Paytm IPO: દિવાળી પછી તરત જ આવશે આ વર્ષનો સૌથી મોટો આઈપીઓ, રોકાણકારો થઈ શકે છે માલામાલ
Paytm IPO: લોન્ચિંગની તારીખ નક્કી થયા બાદ અનેક લોકો રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. પેટીએમ આઈપીઓમાં રોકાણ કરીને સારો નફો કમાઈ શકો છો.
મુંબઈઃ નવેમ્બર મહિના દરમિયાન ઘણા સારા આઈપીઓ આવવાના છે. થોડા મહિના પહેલા આવેલા ઘણા આઈપીઓએ રોકાણકારોને માલામાલ કર્યા હતા, . પેટીએમ પણ આઈપીઓ લઈને આવી રહી છે. આ આઈપીઓ 8 નવેમ્બરે લોન્ચ થશે. તેને અત્યાર સુધીનો દેશનો સૌથી મોટો આઈપીઓ કહેવામાં આવી રહ્યો છે. અનેક રોકાણકારો લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. તેના લોન્ચિંગની તારીખ નક્કી થયા બાદ અનેક લોકો રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. પેટીએમ આઈપીઓમાં રોકાણ કરીને સારો નફો કમાઈ શકો છો.
કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના
પેટીએમનો આઈપીઓ 18,300 કરોડ રૂપિયાનો હોઈ શકે છે. જે કંપની બજારમાંથી આટલા કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક પાર પાડી લેશે તો 2013માં કોલ ઈન્ડિયા દ્વારા એક્ત્ર કરાયેલા 15,000 કરોડના સીમા ચિહ્નને પણ પાછળ રાખી દેશે. આઈપીઓને લઈ રોકાણકારો ઘણા ઉત્સુક છે. આઈપીઓ દ્વારા તગડી કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે.
ક્યારે ખૂલશે આઈપીઓ
તાજેતરમાં પારસ ડિફેન્સનો આઈપીઓ રોકાણકારો માટે લાભદાયી સાબિત થયો હતો. પેટીએમનો આઈપીઓ 8 નવેમ્બરે લોન્ચ થશે. જેની બિડિંગ ડેટ 8 નવેમ્બર થી 10 નવેમ્બર વચ્ચે હશે. રોકાણકારોને આ આઈપીઓ કેટલો ફળે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચોઃ આજે ખૂલી રહ્યો છે આ મોટો IPO, જાણો ભરવો જોઈએ કે નહીં ? વળતરના કેટલા છે ચાન્સ ?
દિવાળી પહેલા રોકાણકારો પાસે બમ્પર કમાણી કરવાની મોટી તક છે. 4 કંપનીઓના IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. તેમાં PB Fintech Ltd, ઓનલાઈન ઈન્સ્યોરન્સ એગ્રીગેટર પોલિસીબઝારની પેરેન્ટ કંપની, સુયોગ ગુરબક્સાની ફ્યુનિક્યુલર રોપવેઝ લિમિટેડ, SJS એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને સિગાચી ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ IPO 3જી નવેમ્બરે બંધ થશે.
પોલિસીબજાર અને પૈસાબજારના ઓપરેટર પીબી ફિનટેક લિમિટેડનો રૂ. 5,700 કરોડનો IPO આજે ખુલી રહ્યો છે. આમાં, રૂ. 3,750 કરોડના નવા શેર જારી કરવામાં આવશે જ્યારે રૂ. 1,960 કરોડના શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે. આ માટે પ્રાઈસ બેન્ડ 940-980 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. ઓછામાં ઓછા 15 ઇક્વિટી શેરની બિડ કરી શકાય છે. એટલે કે, રિટેલ રોકાણકારોએ લોટ માટે ઓછામાં ઓછી 14,700 રૂપિયાની બિડ કરવી પડશે. વધુમાં વધુ 13 લોટ માટે બિડિંગ કરી શકાય છે. 10% ઇશ્યૂ રિટેલ રોકાણકારો માટે છે.પીબી ફિનટેક લિમિટેડના શેરની પ્રાઈસ ગ્રે માર્કેટમાં 150 રૂપિયના પ્રીમિયમે બોલાઈ રહી છે.
એન્કર રોકાણકારો પાસેથી 2,569 કરોડ એકત્ર કર્યા
પોલિસીબજારે IPO પહેલા 155 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 2,569 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીને એન્કર સ્લોટમાં લગભગ 40 ગણી બિડ મળી છે. તેમાં HDFC લાઇફ, ICICI પ્રુડેન્શિયલ, બજાજ એલિયાન્ઝ લાઇફ, SBI જનરલ ઇન્શ્યોરન્સ અને મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ જેવી જાણીતી વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફિડેલિટી, બેલી ગીફોર્ડ, ડ્રેગનિયર ગ્રુપ, બ્લેકરોક અને અન્ય કંપનીઓએ પણ ભાગ લીધો હતો. પીબી ફિનટેકના હાલના રોકાણકારો સ્ટેડવ્યુ કેપિટલ, ટાઈગર ગ્લોબલ અને ફાલ્કન એજ એ એન્કર ઈન્વેસ્ટમેન્ટ દ્વારા કંપનીમાં તેમનું રોકાણ બમણું કર્યું છે.