RBIએ પેટીએમ પેમેન્ટ બેંકને આપી રાહત, ડિપોઝિટ-વોલેટ સંબંધિત ઓર્ડર 15 માર્ચ સુધી લંબાવ્યો, જાણો ડિટેઇલ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ બેંકને મોટી રાહત આપી છે. RBIએ Paytm પેમેન્ટ્સ બેંક પરનો પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી લંબાવ્યો છે.
RBI On Paytm Update: કેન્દ્રીય બેંકે પેટીએમ પેમેન્ટ બેંકને મોટી રાહત આપી છે. RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધની સમયમર્યાદા 29 ફેબ્રુઆરીથી લંબાવી છે. હવે Paytmના ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન પરના આ નિયંત્રણો 15 માર્ચથી શરૂ થશે. RBIએ શુક્રવારે 16 ફેબ્રુઆરીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ જાણકારી આપી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ બેંકને મોટી રાહત આપી છે. RBIએ Paytm પેમેન્ટ્સ બેંક પરનો પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી લંબાવ્યો છે.
પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં અનિયમિતતા મળ્યા બાદ, આરબીઆઈએ 31 જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ બેંકની તમામ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો.
આરબીઆઈની રાહત પછી પણ ગ્રાહકોને તેમના સેવિંગ એકાઉન્ટ, વોલેટ, ફાસ્ટેગ અને પેટીએમ પેમેન્ટ્સ બેંકની અન્ય સુવિધાઓમાં કોઈ રકમ જમા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ ગ્રાહકો તેમના ખાતામાંથી બાકીની રકમ ઉપાડી શકશે.
15મી માર્ચ પછી ટોપ અપ નહીં
આરબીઆઈએ પોતાના આદેશમાં કહ્યું કે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે 29 ફેબ્રુઆરી, 2024 પછી ગ્રાહકના ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડમાં કોઈ જમા નહીં કરી શકાય અને કોઈ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કે ટોપઅપ થઈ શકશે નહીં. પરંતુ આ આદેશ 15 માર્ચ 2024થી લાગુ થશે. આરબીઆઈએ કહ્યું કે ગ્રાહકોના વોલેટમાં બાકી રહેલ રકમ ખલાસ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. ગ્રાહકોને પૈસા ઉપાડવાની અને વાપરવાની સ્વતંત્રતા હશે 15મી માર્ચ પછી ટોપ અપ નહીં.
આરબીઆઈએ પોતાના આદેશમાં કહ્યું કે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે 29 ફેબ્રુઆરી, 2024 પછી ગ્રાહકના ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડમાં કોઈ જમા નહીં કરી શકાય અને કોઈ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કે ટોપઅપ થઈ શકશે નહીં. પરંતુ આ આદેશ 15 માર્ચ 2024થી લાગુ થશે. આરબીઆઈએ કહ્યું કે ગ્રાહકોના વોલેટમાં બાકી રહેલ રકમ ખલાસ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. ગ્રાહકોને પૈસા ઉપાડવાની અને વાપરવાની સ્વતંત્રતા હશે. કોઈ નિર્ધારિત સમય મર્યાદા નથી.