શોધખોળ કરો

Paytm ના સ્ટોકમાં 12 ટકાનો કડાકો બોલી ગયો, IPO પ્રાઈસથી 70 ટકા નીચે ગબડ્યો, જાણો સ્ટોકની કિંમત

આરબીઆઈ દ્વારા પ્રતિબંધ લગાવ્યા બાદ Paytm પેમેન્ટ્સ બેંકે એક ટ્વિટમાં કહ્યું કે તે RBIના આદેશોનું પાલન કરવા માટે તમામ પગલાં લઈ રહી છે.

Paytm ની પેરેન્ટ કંપની One 97 Communications ના શેરની કિંમત આજે બજાર ખૂલ્યા બાદ 12 ટકા ઘટીને ₹685 પ્રતિ શેર પર આવી ગઈ છે, જે તેની ઈશ્યુ કિંમત ₹2,150 પ્રતિ શેરથી લગભગ 70% ઘટી છે.

શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ્સ બેંકને "બેંકમાં અવલોકન કરાયેલ સામગ્રી સુપરવાઇઝરી ચિંતાઓ" ટાંકીને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકોને લેવાનું બંધ કરવા નિર્દેશ આપ્યો હતો.

RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, Paytm પેમેન્ટ્સ બેંકને તેની IT સિસ્ટમનું વ્યાપક ઓડિટ કરવા માટે ઓડિટ ફર્મની નિમણૂક કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

Paytm એ ગયા વર્ષે નવેમ્બરમાં દેશની અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવી હતી. પરંતુ લિસ્ટિંગ અપેક્ષા મુજબ ન થતા રોકાણકારોએ રોવાનો વારો આવ્યો હતો. આજના કડાકા સાથે જોઈએ તો Paytm નો સ્ટોક તેની આઈપીઓ પ્રાઈસથી 70 ટકા જેટલો ઘટી ગયો છે.

નોંધનીય છે કે, Paytm એ 18 નવેમ્બરના રોજ 1,01,399.72 કરોડના બંધ માર્કેટ કેપિટલાઇઝેશનથી ₹57,100 કરોડ રૂપિયા ઘટીને ₹44,294 કરોડ પર આવી ગયું છે. આઈપીઓ પ્રાઈસની સરખામણીમાં તેના મૂલ્યના લગભગ 70 ટકાનો નાશ થયો છે. ઈસ્યુ પ્રાઈસ પર જાહેર ઓફરે લગભગ ₹1.39 લાખ કરોડનું મૂલ્યાંકન રાખવામાં આવ્યું હતું.

આરબીઆઈ દ્વારા પ્રતિબંધ લગાવ્યા બાદ Paytm પેમેન્ટ્સ બેંકે એક ટ્વિટમાં કહ્યું કે તે RBIના આદેશોનું પાલન કરવા માટે તમામ પગલાં લઈ રહી છે. “પ્રિય ગ્રાહકો, અમે અમારી સાથેના તમારા સંબંધોને મહત્ત્વ આપીએ છીએ. અમે આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવા માટે તમામ પગલાં લઈ રહ્યા છીએ. અમારા વર્તમાન ગ્રાહકો અમારી તમામ બેંકિંગ સેવાઓનો એકીકૃત ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે."

પેટીએમ પેમેન્ટ્સ બેંકે 2015 માં તેનું લાઇસન્સ મેળવ્યા પછી ઔપચારિક બેંકિંગ ક્ષેત્રની ઍક્સેસ વિના પેટીએમ ગ્રાહકોને બેંક ખાતા ખોલવામાં મદદ કરવા માટે 2017 માં કામગીરી શરૂ કરી હતી. ડિસેમ્બરમાં, તેને સુનિશ્ચિત ચુકવણી બેંક તરીકે કાર્ય કરવા માટે આરબીઆઈની મંજૂરી મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ

IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન

Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી

'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?

ABP Premium

વિડિઓઝ

Gujarat Police: ગુજરાત પોલીસ એક્શનમાં, DGPના આદેશ બાદ 7612 ગુનેગારોની યાદી કરાઈ તૈયારRajkot news : રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો, અગ્નિકાંડને લઈ વશરામ સાગઠિયાનો હલ્લાબોલRajkot: દારૂની બોટલ અને હુક્કા સાથે વાયરલ થયેલા વીડિયો બાદ ભાજપ મહિલા પ્રમુખે ધર્યુ રાજીનામું | 19-3-2025Ahmedabad: મનપાના AIMIMના કોર્પોરેટરનું પદ જોખમમાં, ત્રીજુ બાળક આવતા થયો નિયમ ભંગ અને.. Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
General Knowledge:  પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?

દિલ્હીની શેરીઓમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, PMની ફિલ્ડિંગ જોઈ કપિલ દેવ પણ ચોંકી ગયા; જુઓ વીડિયો

Health Tips: સારી ઊંઘ લેવા માટે કેટલું હોવું જોઈએ તમારા રૂમનું તાપમાન? જાણીલો જવાબ

નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન

Embed widget