શોધખોળ કરો
Advertisement
થોડા દિવસમાં જ પેટ્રોલ-ડીઝલમાં થશે 3 રૂપિયા સુધીનો વધારો! આજે ભાવ 10 પૈસા વધ્યા
જાણકારો અનુસાર વૈશ્વિસ બજારમાં ક્રૂડમાં વિતેલા દિવસોમાં આવેલ તેજીને કારણે દેશની ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગળ ત્રણ રૂપિયા સુધીનો વધારો કરી શકે છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું છેલ્લા તબક્કાનું 19 મેના રોજ વોટિંગ પૂરું થયા બાદથી જ પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. વિતેલા 9 દિવસમાં પેટ્રોલની કિંમત 74 પૈસા અને ડીઝલની કિંમત 68 પૈસા વધી છે. આજની વાત કરીએ તો પેટ્રોલ 10 પૈસા મોંઘું થયું છે. જ્યારે રવિવારે તેની કિંમતમાં 14 પૈસાનો વધારો થયો હતો. ડીઝલની કિંમત આજે સ્થિર રહી. આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 71.77 રૂપિયા અને ડીઝલ 66.64 રૂપિયા પ્રતિ લિટર રહી છે.
જાણકારો અનુસાર વૈશ્વિસ બજારમાં ક્રૂડમાં વિતેલા દિવસોમાં આવેલ તેજીને કારણે દેશની ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગળ ત્રણ રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. એન્જર બ્રોકિંગના ડેપ્યૂટી વાઈસ પ્રેસિડન્ટ (એનર્જી અને કરન્સી રિસર્ચ) અનુજ ગુપ્તાએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી હોવા છતાં લોકસભા ચૂંટણી દરમિયાન ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમત પર નિયંત્રણ રાખ્યું હતું. હવે આ ખોટને સરભર કરવા માટે કિંમતોમાં વધારો કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
ગુપ્તાએ આ પહેલા કહ્યું હતું કે, ચૂંટણી પૂરી થવા પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 3-4 રૂપિયા પ્રતિ લિટર વધારો થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, એક રૂપિયા પણ કિંમત વધી નથી, માટે આ વધારો આગળ પણ ચાલુ રહેશે.
આંતરરાષ્ટ્રીય બજાર ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર વિતેલા સપ્તાહ શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ઓગસ્ટ ફ્યૂચર 1.37 ટકા તેજી સાથે 68.69 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે, જ્યારે છેલ્લા 15 દિવસથી બ્રેન્ટ ક્રૂડની કિંમત 70 ડોલરની ઉપર જ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement