શોધખોળ કરો
મોદી સરકારે સત્તામાં આવ્યા પછી પેટ્રોલ-ડીઝલ પર કેટલો ટેક્સ વધાર્યો એ જાણીને લાગી જશે આઘાત, જાણો વિગત
પેટ્રોલ ડીઝલના ભાવમાં આવેલ આ માટો ઉછાળા માટે સૌથી મોટું કારણ ટેક્સ છે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એક લિટર પેટ્રોલ પર 168 ટકા ટેક્સ વસુલે છે.

વૈશ્વિક બજારમાં બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 65 ડોલર પ્રતિ બેરલ આસપાસ ચાલી હ્યો છે. પરંતુ મોટી વાત એ છે કે વર્ષ 2013માં ક્રૂડનો ભાવ 120 ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે પેટ્રોલની કિંમત અંદાજે 76 રૂપિયા પ્રતિ લિટર હતી. જ્યારે આજે ક્રૂડનો ભાવ અડધો હોવા છતાં પેટ્રોલ ડીઝલની કિંમત વધી રહી છે.
વર્ષ 2018માં ક્રૂડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલ હતો, ત્યારે ગ્રાહકોને એક લિટર પેટ્રોલ માટે 84 રૂપિયા આપવા પડતા હતા. તેમ છતાં આજે ક્રૂડ ઓઈલની કિંમત ઘટવા છતાં પેટ્રોલ ડીઝલ મોંઘા કેમ થઈ રહ્યા છે?
પેટ્રોલ ડીઝલના ભાવમાં આવેલ આ માટો ઉછાળા માટે સૌથી મોટું કારણ ટેક્સ છે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એક લિટર પેટ્રોલ પર 168 ટકા ટેક્સ વસુલે છે.
ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ પર 16 ફેબ્રુઆરી 2021ની કિંમત મુજબ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની બેસ પ્રાઈઝ 31.82 રૂપિયા છે. ત્યાર બાદ તેના પર નૂર ભાડા પેટેટ 28 પૈસા પ્રતિ લિટર લાગે છે. ત્યાર બાદ ડીલર પાસે 32.10 રૂપિયામાં પહોંચે છે. ત્યાર બાદ તેના પર 32.90 એક્સાઈઝ ડ્યૂટી લાગે છે જે કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. 3.68 રૂપિયા ડીલરનું કમીશન લાગે છે અને 20.61 રૂપિયા વેટ લાગે છે જે રાજ્ય સરકાર વસુલે છે. આ બધુ મળીને એક લિટર પેટ્રોલની કિંમત 89.29 રૂપિયા આવે છે. એટલે કે બેસ પ્રાઈઝના 168 ટકા અને રૂપિયામાં 53.31 રૂપિયા થાય છે.
મોટી વાત એ છે કે હાલમાં એક લિટર પેટ્રોલની જેટલી બેસ પ્રાઈઝ છે તેના કરતાં વધારે તો કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી વસુલે છે. જ્યારે વર્ષ 2014ની તુલનવામાં સરકારે પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેક્સમાં 217 ટકાનો વધારો કર્યો છે.
પેટ્રોલ પર સૌથી વધારે પેટ વસુલે છે રાજસ્થાન
દેશમાં રાજસ્થાન પેટ્રોલ પર સૌથી વધારે વેટ વસુલે છે. રાજસ્થાનમાં એક લિટર પેટ્રોલ પર 36 ટકા અને એક લિટર ડીઝલ પર 26 ટકા વેટ લાગે છે.
રાજસ્થાન બાદ મધ્ય પ્રદેશનો નંબર આવે છે
ત્યાર બાદ મધ્ય પ્રદેશનું સ્થાન છે. મધ્ય પ્રદેશમાં 33 ટકાની સાથે જ 4.5 રૂપિયા પ્રતિ લિટરનો ટેક્સ અને પેટ્રોલ પર એક ટકા સેસ લગાવવામાં આવે છે. ડીઝલ પર 23 ટકા અને ત્રણ રૂપિયા પ્રતિ લિટર તથા એક ટકા સેસ લાગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
