શોધખોળ કરો
પેટ્રોલના ભાવમાં સતત 10માં દિવસે ભડકો, મોદીએ પેટ્રોલના ભાવ વધારા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી શું કહ્યું
આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો થયો છે. જે બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 89.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 80.27 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ દેશમાં સતત 10મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો થયો છે. જે બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 89.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 80.27 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. રાજસ્થાનના શ્રીનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયો થયો છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડી હોત તો આજે સામાન્ય માનવીને આટલો આર્થિક બોજ સહન ન કરવો પડયો હોત. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ઓઇલની જરૂરિયાતના ૮૫ ટકા ઓેઇલની આયાત કરવામાં આવી હતી. જ્યારે ગેસની જરૂરિયાતના ૫૩ ટકા ગેસની આયાત કરવામાં આવી હતી. દિલ્હીમાં ૩ દાયકા પહેલા ૧૯૮૯માં પેટ્રોલનો એવરેજ ભાવ ૮.૫ રૂપિયા હતો. એ વધીને આજે ૯૦ રૂપિયાએ પહોંચવા આવ્યો છે. તો ૧૯૮૯માં દિલ્હીમાં ડીઝલ ૩.૫ રૂપિયે લીટર હતું, જે આજે વધીને ૮૦ રૂપિયા પાર થઈ ગયું છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગત સપ્તાહે સંસદમાં કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડાવની હાલમાં કોઈ યોજના નથી. વૈશ્વિક બજારમાં કોવિડ સંકટ બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઈલનો ભાવ 63 ડોલર પ્રતિ બેરલ સુધી ગયો છે. ભારત પેટ્રોલ પ્રોડક્ટની જરૂરતના 80 ટકા આયાત પર નિર્ભર છે. રાશિફળ 18 ફેબ્રુઆરીઃ મિથુન, તુલા રાશિના જાતકો ન કરતાં આ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ વાંચો





















