Crude Oil: ભારતમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ ? જાણો શું છે કારણ
અધિકારીએ કહ્યું, "ઈરાન અને વેનેઝુએલાથી વિપરીત, રશિયા પાસેથી તેલ ખરીદવા પર કોઈ નિયંત્રણો નથી.
Crude Oil: ભારત તેની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે રશિયા સહિત કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. રશિયન તેલ પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધ અમલમાં આવે તે પહેલા એક વરિષ્ઠ અધિકારીએ આ વાત કહી. યુરોપિયન યુનિયન (EU) ની એક્ઝિક્યુટિવ બોડીએ 27 સભ્ય દેશોને રશિયન તેલની કિંમતની મર્યાદા પ્રતિ બેરલ $60 નક્કી કરવા જણાવ્યું છે. પશ્ચિમી દેશોના આ પગલાનો ઉદ્દેશ્ય વૈશ્વિક ભાવ અને પુરવઠો સ્થિર રાખીને તેલની આવકમાં ઘટાડો કરીને યુક્રેન સાથે યુદ્ધ લડવાની રશિયાની ક્ષમતાને અસર કરવાનો છે.
ભારત રશિયા સહિત અન્ય દેશો પાસેથી તેલ ખરીદશે
અધિકારીએ કહ્યું, "ઈરાન અને વેનેઝુએલાથી વિપરીત, રશિયા પાસેથી તેલ ખરીદવા પર કોઈ નિયંત્રણો નથી. તેથી કોઈપણ જે શિપિંગ, વીમા અને ધિરાણની વ્યવસ્થા કરી શકે છે તે તેલ ખરીદી શકે છે. અમે રશિયા સહિત વિશ્વના કોઈપણ જગ્યાએથી તેલ ખરીદી શકીએ છીએ," અધિકારીએ કહ્યું.
ભાવ 5 ડિસેમ્બરથી લાગુ થશે
પ્રાઇસ કેપ સિસ્ટમ 5 ડિસેમ્બરથી લાગુ થશે. આ હેઠળ, યુરોપની બહાર રશિયન તેલનું પરિવહન કરતી કંપનીઓ EU વીમા અને બ્રોકરેજ સેવાઓનો ઉપયોગ ત્યારે જ કરી શકશે જ્યારે તેઓ US$60 અથવા તેનાથી ઓછા ભાવે તેલ વેચશે.
બધા વિકલ્પો ખુલ્લા છે
અધિકારીએ કહ્યું, કોઈ એવું નથી કહેતું કે રશિયા પાસેથી તેલ ન ખરીદો. રશિયા મોટો સપ્લાયર નથી. ભારતને 30 દેશોમાંથી સપ્લાય મળે છે. અમારી પાસે તેલ ખરીદવા માટે ઘણા સ્ત્રોત છે. તેથી જ અમને કોઈ પ્રકારની અવરોધ દેખાતી નથી. તમામ વિકલ્પો ખુલ્લા છે.
ભાજપના કાર્યકરોએ માર માર્યાનો ઠક્કરબાપાનગરના AAPના ઉમેદવારનો દાવો
અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરીએ દાવો કર્યો હતો કે ઠક્કરબાપાનગરમાં ભાજપના કાર્યકરોએ તેને માર માર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે છતાં ભાજપના કાર્યકર્તા પ્રચાર કરી રહ્યા હતા જેથી તેમને અટકાવતા હુમલો કર્યાનો સંજય મોરીએ આરોપ લગાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી