શોધખોળ કરો
Advertisement
જીએસટીમાં આવે તો પેટ્રોલ 75 અને ડીઝલ 68 રૂપિયા થઈ જશે- SBIનો રીપોર્ટ
ઓપેકે ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર લાગુ નિયંત્રણ ઉઠાવાવની ભારતની અપીલને ફગાવી દીધી છે. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઉછાળો આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થવાથી સરકાર તેની કિંમતમાં ઘટાડાને લઈને ભારે દબાણમાં છે. તેની વધતી કિંમતથી રાહત મેળવવા માટે તેને જીએસટમાં સમાવવાની માગ પણ ઉઠી રહી છે. વિતેલા દિવસોમાં પહેલ પીએમ અને બાદમાં મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે પણ તેને જીએસટીમાં સમાવવાની સલાહ આપી હતી. આ પહેલા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ આ ભલામણ કરી ચૂક્યા છે. જોકે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને ધર્મસંકટ ગણાવ્યું છે. હવે એસબીઆઈના ઇકોનોમિસ્ટ સોમ્યકાંતિ ઘોષે કહ્યું કે, જીએસટીમમાં સમાવી લેવામાં આવે તે પેટ્રોલની કિંમત 75 અને ડીઝલ 68 રૂપિયા પર આવી શકે છે.
પેટ્રોલ ડીઝલ જીએસટીમાં આવે તો જીડીપીના 0.4 ટકા નુકસાન
સૌમ્યકાંતિ ઘોષે પોતાના આકલનમાં કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ અને રાજ્ય સરકારને માત્ર એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે જે જીડીપીના 0.4 ટકા હશે. આ આકલન આંતરરાષઅટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 60 ડોલર પ્તિ બેરર અને ડોલર રૂપિયાનો એક્સચેન્જ રેટ 73 રૂપિયા પ્રતિ ડોલરના આધારે કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને પેટ્રોલ ડીઝલ પર પોતાનો ટેક્સ લગાવે છે. રાજ્ય પેટ્રોલ, ડીઝલ પરત પોતાની જરૂરત પ્રમાણે વેટ લગાવે છે. કેન્દ્ર એક્સાઈઝ ડ્યૂટી લગાવે છે. તેની સાથે જ કેન્દ્ર સેસ પણ લગાવે છે. દેશા કેટલાક ભાગમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા લિટર સુધી પહોંચી ગઈ છે.
સાઉદી અરબે ભારતની વિનંતી ફગાવી દીધી
બીજી બાજુ ઓપેકે ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર લાગુ નિયંત્રણ ઉઠાવાવની ભારતની અપીલને ફગાવી દીધી છે. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઉછાળો આવ્યો છે. સાઉદી અરબે ભારતને કહ્યું કે, તે વિતેલા વર્ષે જ્યારે ક્રૂડ ઓઈલની કિંમત ઘણી નીચી આવી હતી તે સમયે ખરીદેલા ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરી શકે છે. ક્રૂડ ઓઈલમાં સૌથી વધારે ઉપયોગમાં આવનાર બ્રેન્ટ ક્રૂડનો ભાવ શુક્રવારે એક ટકા ઉછળીને 67.44 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો.
પેટ્રોલિયમ મંત્રી ધ્રમેન્દ્ર પ્રધાને ઓપેક દેશોને અપીલ કરી હતી કે ક્રૂડ ઓઈલની કિંમતમાં સ્થિરતા લાવવા માટે તે ઉત્પાદન પર લાગુ નિયંત્રણો હટાવે. તેમનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ક્રૂડની કિંમતથી આર્થિક ક્ષેત્રે આવનારા સુધારા અને માગ બન્ને પર ખરાબ અસર પડી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement