Petrol Diesel Price: એક જ મહિનામાં 16મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો તમારા શરેહમાં કેટલો છે ભાવ
મુંબઈમાં પેટ્રોલ ડીઝળની કિંમત ક્રમશઃ 100.47 રૂપિયા પ્રતિ લિટર અને 92.45 રૂપિયા પ્રતિ લિટર છે.
![Petrol Diesel Price: એક જ મહિનામાં 16મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો તમારા શરેહમાં કેટલો છે ભાવ petrol diesel price today 31 may 2021 hike again know latest price here Petrol Diesel Price: એક જ મહિનામાં 16મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો તમારા શરેહમાં કેટલો છે ભાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/29/00e1e6b65165406e1bb3e91e4a2da6b5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
એક દિવસના વિરામ બાદ રાજ્યમાં આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. આ મહિનામાં આ 16મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટરે 28 પૈસા અને ડીઝલની કિંમતમાં એકંદરે 28 પૈસાનો વધારો થયો છે. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે રાજ્યમાં પેટ્રોલ કરતા ડિઝલની કિંમત વધુ જોવા મળી રહી છે.
આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત 91.29 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લીટરે 91.74 રૂપિયા પહોંચી ગઈ છે.ગાંધીનગરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.48 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 91.94 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે.આ તરફ રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 91.06 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટરે 91.54 રૂપિયા પર પહોચી ગઈ છે.વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 90.96 રૂપિયા અને ડિઝલમાં પ્રતિ લીટરે 91.41 રૂપિયા પર પહોંચી ગયો છે.જામનગર શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.21 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે.જો ડીઝલ 91.67 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જૂનાગઢ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.89 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 92.36 રૂપિયા પ્રતિ લીટરે છે. સુરતમાં પેટ્રોલની પ્રતિ લીટરે કિંમત 91.30 રૂપિયા જ્યારે ડીઝલ પ્રતિ લીટરના 91.78 રૂપિયા પર પહોંચી ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલ ડીઝળની કિંમત ક્રમશઃ 100.47 રૂપિયા પ્રતિ લિટર અને 92.45 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 94.25 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 87.74 રૂપિયા પ્રતિ લિટર છે.
- લખનઉમાં આજે પેટ્રોલનો ભાવ 91.41 રૂપિયા અને ડીઝલનો ભાવ 85.28 રૂપિયા પ્રતિ લિટર
- ભોપાલમાં આજે પેટ્રોલનો ભાવ 102.04 રૂપિયા અને ડીઝલનો ભાવ 93.37 રૂપિયા પ્રતિ લિટર
- જયપુરમાં આજે પેટ્રોલનો ભાવ 100.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 93.66 રૂપિયા પ્રતિ લિટર
- રાયપુરમાં આજે પેટ્રોલનો ભાવ 92.51 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.13 રૂપિયા પ્રતિ લિટર
- પટનામાં આજે પેટ્રોલનો ભાવ 96.38 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.42 રૂપિયા પ્રતિ લિટર
- નોયડામાં આજે પેટ્રોલનો ભાવ 91.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 85.62 રૂપિયા પ્રતિ લિટર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)