Petrol, Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવ આજે પણ વધ્યા, એક સપ્તાહમા ડીઝલ 1.5 રૂપિયા મોંઘું થયું
અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ તેના ત્રણ વર્ષના ટોચે ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક બજારમાં તેલના ભાવ વધવા લાગ્યા છે.
Petrol-Diesel Price Today: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લગભગ દરરોજ આંચકા આપી રહ્યા છે. બુધવારે કોઈ ફેરફાર ન થયા બાદ ગુરુવાર 30 સપ્ટેમ્બર, 2021ના રોજ ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સ્થાનિક બજારમાં તેલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ 24 થી 25 પૈસા મોંઘુ થયું છે, જ્યારે ડીઝલ 30 થી 32 પૈસા મોંઘુ થયું છે. અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ તેના ત્રણ વર્ષના ટોચે ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક બજારમાં તેલના ભાવ વધવા લાગ્યા છે. જોકે બુધવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.57 ટકા ઘટીને 77.90 ડોલર પ્રતિ બેરલ થયું હતું.
છેલ્લા એક સપ્તાહમાં ડીઝલના ભાવમાં પાંચ દિવસ ભાવ વધ્યા છે જ્યારે પેટ્રોલ બે દિવસ મોંઘુ થયું છે. આ સપ્તાહના વધારા બાદ ડીઝલ લગભગ દોઢ રૂપિયા મોંઘુ થયું છે, જ્યારે પેટ્રોલ 40 થી 45 પૈસા મોંઘુ થયું છે.
આજના રેટ શું છે?
- દિલ્હી: પેટ્રોલ - ₹ 101.64 પ્રતિ લિટર; ડીઝલ - ₹ 89.87 પ્રતિ લિટર
- મુંબઈ: પેટ્રોલ - ₹ 107.71 પ્રતિ લિટર; ડીઝલ - ₹ 97.52 પ્રતિ લિટર
- કોલકાતા: પેટ્રોલ - ₹ 102.17 પ્રતિ લિટર; ડીઝલ - ₹ 92.97 પ્રતિ લિટર
- ચેન્નઈ: પેટ્રોલ - ₹ 99.36 પ્રતિ લિટર; ડીઝલ - ₹ 94.45 પ્રતિ લિટર
- બેંગલુરુ: પેટ્રોલ - ₹ 105.18 પ્રતિ લિટર; ડીઝલ - ₹ 95.38 પ્રતિ લિટર
- ભોપાલ: પેટ્રોલ - ₹ 110.11 પ્રતિ લિટર; ડીઝલ - ₹ 98.77 પ્રતિ લિટર
- લખનઉ: પેટ્રોલ - 98.75 પ્રતિ લીટર, ડીઝલ - ₹ 90.29 પ્રતિ લીટર
- પટના: પેટ્રોલ - ₹ 104.34 પ્રતિ લિટર; ડીઝલ - ₹ 96.05 પ્રતિ લિટર
- ચંડીગઢઃ પેટ્રોલ - ₹ 97.85 પ્રતિ લિટર; ડીઝલ - ₹ 89.61 પ્રતિ લીટર
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આ રીતે તપાસો
દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ ડીઝલના નવા ભાવ બહાર પાડવામાં આવે છે અને તમે તમારા ફોન પરથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો એસએમએસ દ્વારા જાણી શકો છો. આ માટે તમે ઇન્ડિયન ઓઇલ એસએમએસ સેવા હેઠળ મોબાઇલ નંબર 9224992249 પર એસએમએસ મોકલી શકો છો. તમારો મેસેજ કંઈક આ રીતે લખવાનો રહેશે. - RSP <space> પેટ્રોલ પંપ ડીલર કોડ. તમે સાઇટની મુલાકાત લઈને તમારા વિસ્તારનો આરએસપી કોડ ચકાસી શકો છો. આ મેસેજ મોકલ્યા પછી, તમારા ફોનમાં નવીનતમ ઇંધણની કિંમત વિશે માહિતી આવશે.