Petrol Diesel Rate: આ મોટા શહેરોમાં આજે પેટ્રૉલ-ડીઝલ થયું સસ્તું, SMS કરીને પણ ચેક કરી શકો છો તાજા રેટ
કાચા તેલની કિંમતની વાત કરીએ તો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે WTI ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.99 ટકાનો વધારો નોંધાયો છે
Petrol Diesel Rate on 27 August 2023: ભારતીય તેલ કંપનીઓ રોજ સવારે 6 વાગ્યે પેટ્રૉલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે. આજે એટલે કે 27 ઓગસ્ટ 2023 રવિવારે કેટલાય શહેરોમાં પેટ્રૉલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે. કેટલાક શહેરોમાં ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે બીજી કેટલીય જગ્યાએ તે વધ્યો પણ છે. બીજીબાજુ કાચા તેલની કિંમતની વાત કરીએ તો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે WTI ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.99 ટકાનો વધારો નોંધાયો છે અને તે પ્રતિ બેરલ 79.83 ડૉલર પર હતો. વળી, બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 1.34 ટકા વધીને બેરલ દીઠ 84.48 ડૉલર હતી.
ચાર મહાનગરોમાં પેટ્રૉલ અને ડીઝલના નવા દર શું છે ?
નવી દિલ્હી - પેટ્રૉલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઈ- પેટ્રોલ 102.63 રૂપિયા, ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈ- પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા- પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર
આ શહેરોમાં બદલાયા પેટ્રૉલ-ડીઝલના ભાવ -
આગ્રા - પેટ્રૉલ 43 પૈસા વધીને 96.63 રૂપિયા, ડીઝલ 43 પૈસા વધીને 89.80 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
નોઈડા - પેટ્રોલ 42 પૈસા વધીને 97 રૂપિયા, ડીઝલ 39 પૈસા વધીને 90.14 રૂપિયા પ્રતિ લીટર થયું
ગુરુગ્રામ - પેટ્રોલ 17 પૈસા વધીને 97.18 રૂપિયા, ડીઝલ 17 પૈસા વધીને 89.05 રૂપિયા થયું
પૂણે - પેટ્રોલ 39 પૈસા સસ્તું 105.91 રૂપિયા, ડીઝલ 38 પૈસા સસ્તું 92.43 રૂપિયા
જયપુર - પેટ્રોલ 5 પૈસા મોંઘુ થયું 108.48 રૂપિયા, ડીઝલ 5 પૈસા મોંઘુ થયું 93.72 રૂપિયા
લખનઉ- પેટ્રોલ 10 પૈસા મોંઘુ થયું 96.47 રૂપિયા, ડીઝલ 10 પૈસા મોંઘુ થયું 89.66 રૂપિયા
તમારા શહેરના લેટેસ્ટ રેટ આ રીતે જાણો
સરકારી તેલ કંપનીઓ ગ્રાહકોને એસએમએસ દ્વારા જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ચેક કરવાની સુવિધા આપે છે. જો HPCL ગ્રાહકો કિંમત જાણવા માંગતા હોય, તો HPPRICE <ડીલર કોડ> 9222201122 પર મોકલો. બીજીબાજુ ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ 9224992249 નંબર પર RSP<ડીલર કોડ> મોકલવો જોઈએ. બીજીબાજુ એચપીસીએલની ગ્રાહક કિંમત જાણવા માટે, HPPRICE <ડીલર કોડ> લખો અને તેને 9222201122 પર મોકલો. તમને થોડીવારમાં લેટેસ્ટ રેટની માહિતી મળશે.