શોધખોળ કરો

PIB Fact Check: મોદી સરકાર પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજના હેઠળ બેકાર યુવાનોને આપી રહી છે રૂપિયા 6000 ? જાણો હકીકત

વાયરલ મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 6000 રૂપિયાનું માસિક ભથ્થું મેળવવા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

PIB Fact Check: આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 'પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના 2022' હેઠળ દેશના બેરોજગાર યુવાનોને તેમની આજીવિકા માટે દર મહિને 6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. વાયરલ મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 6000 રૂપિયાનું માસિક ભથ્થું મેળવવા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. વાયરલ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેના પર ક્લિક કર્યા બાદ  રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

શું છે પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજના 2022નું સત્ય?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને PIB ફેક્ટ ચેકે તેની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ એક ફેક મેસેજ છે, જેના દ્વારા લોકોને ફસાવીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. PIB ફેક્ટ ચેકે વાયરલ મેસેજ વિશે જણાવ્યું કે ભારત સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી. આ સાથે લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વટર પર લખ્યું, “વાઈરલ વોટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગારી ભટ્ટ યોજના હેઠળ સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 6,000 રૂપિયાનું ભથ્થું આપી રહી છે. આ મેસેજ ફેક છે. ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. મહેરબાની કરીને આવા મેસેજ ફોરવર્ડ ન કરો.

આ રીતે લાલચ આપીને લોકોના બેંક ખાતા ખાલી કરવામાં આવે છે

સાયબર ક્રાઈમમાં સામેલ ગુનેગારો આવી નકલી સરકારી યોજનાઓના નામે સરળ લોકોને ફસાવીને ઓનલાઈન છેતરપિંડી કરે છે અને પૈસાની લાલચ આપીને લિંક પર ક્લિક કરવા દબાણ કરે છે. લિંક પર ક્લિક કર્યા પછી, લોકો પાસેથી તેમની અંગત માહિતી મેળવવામાં આવે છે, જે બેંક ખાતાઓને ખાલી કરવા માટે ખૂબ જ સરળ બનાવે છે.

પીઆઈબીએ લોકોને ચેતવણી આપી છે કે સત્ય જાણ્યા વિના આવા વાયરલ મેસેજ કોઈને ફોરવર્ડ ન કરો. આ સાથે જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા હકીકતની તપાસ કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ pibfactcheck@gmail.com પર પણ વીડિયો, મેસેજ મોકલી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની
ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની
Embed widget