(Source: ECI/ABP News/ABP Majha)
PIB Fact Check: PAN કાર્ડ અપડેટ નહીં કરાવવા પર 24 કલાકમાં બ્લોક થઈ જશે ઈન્ડિયા પોસ્ટ પેમેંટ બેંક એકાઉન્ટ, જાણો વાયરલ મેસેજની હકીકત
PIB Fact Check: બેંક ખાતા અને પાન કાર્ડ લિંકના મહત્વને સમજીને કેટલાક લેભાગુઓ આમ આદમી સાથે છેતરપિંડીની કોશિશ કરતા હોય છે.
PIB Fact Check: સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ મેસેજ વાયરલ થતા હોય છે. જેમાંથી ઘણા ભ્રામક પણ હોય છે. સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ફરજિયાત કર્યુ છે, તેમ છતાં ઘણા લોકોએ આવું કરાવ્યું નથી. સરકારી યોજનાઓનો લાભ લેવા આમ કરવું જરૂરી છે. બેંક ખાતા અને પાન કાર્ડ લિંકના મહત્વને સમજીને કેટલાક લેભાગુઓ આમ આદમી સાથે છેતરપિંડીની કોશિશ કરતા હોય છે.
હાલ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ખાતાધારકોને સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે કે તેમનું ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટ પાન કાર્ડ અપડેટ ન કરવાને કારણે બ્લોક થઈ ગયું છે. આ સાથે લોકોને પાન કાર્ડ અપડેટ કરવા માટે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ દાવાની સત્યતા જાણવા માટે ભારત સરકારની એજન્સી PIB એ હકીકતની તપાસ કરી છે. એજન્સીએ તેના અધિકૃત એક્સ હેન્ડલ દ્વારા ફેક્ટ ચેકનું પરિણામ શેર કર્યું છે. આ દાવાની હકીકત તપાસતી વખતે PIBએ પોસ્ટમાં લખ્યું હતું કે, "આ દાવો નકલી છે. ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ક્યારેય આવા સંદેશા મોકલતી નથી." આ સિવાય PIBએ લોકોને પોસ્ટ દ્વારા અંગત અને બેંક સંબંધિત માહિતી શેર ન કરવાની સૂચના પણ આપી છે. PAN કાર્ડ અપડેટ ન કરવા બદલ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટ બ્લોક થઈ જવાનો દાવો નકલી છે. આપેલ લિંક પર ક્લિક કરશો નહીં, આમ કરવાથી તમારો અંગત ડેટા ચોરાઈ શકે છે.
Claim: The customer's India Post Payments bank account will be blocked within 24 hours if their Pan card is not updated. #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) December 27, 2023
❌ This claim is #Fake.
➡️@IndiaPostOffice never sends any such messages.
➡️Never share your personal & bank details with anyone pic.twitter.com/EPWAAr495I
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.