PM Kisan Samman Nidhi: આ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે બે હજાર રૂપિયા, આ રીતે ચેક કરો સ્ટેટસ
PM Kisan Samman Nidhi: જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો આ યોજનાના લાભાર્થીનું લિસ્ટ જરૂર ચેક કરવું જોઈએ.
PM Kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમનો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં આવવાનો છે. 10મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોએ હવે વધુ સમય પ્રતીક્ષા નહીં કરવી પડે. જાણકારી મુજબ સરકાર 10 ડિસેમ્બરે 2000 રૂપિયાનો 10મો હપ્તો ટ્રાન્સફર કરશે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ગત વર્ષે 25 ડિસેમ્બરે 2020ના રોડ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકા દેશના 11.37 કરોડથી વધારે ખેડૂતોના બેંક ખાતામાં સીધા આશરે 1.58 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી ચુકી છે.
આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા
કેટલાક ખેડૂતોને આ વખતે બે હજારના બદલે ચાર હજાર રૂપિયા મળશે. આ ફાયદો એવા ખેડૂતોને થશે, જેમના ખાતામાં અત્યાર સુધી 9મો હપ્તો જમા થયો નથી. આવા ખેડૂતોના ખાતામાં એક સાથે બે હપ્તા જમા થશે. એટલેકે ચાર હજાર રૂપિયા તેમના ખાતામાં આવશે. જોકે આ સુવિધા માત્ર એવા જ ખેડૂતોને મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું હશે.
પૈસા મળશે કે નહીં આ રીતે કરો ચેક
જો તમે ખેડૂત છો અને PM Kisan યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો આ યોજનાના લાભાર્થીના લિસ્ટમાં તમારું નામ ચેક કરવું જરૂરી છે.
આ રીતે ચેક કરો તમારું નામ
- સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જવું પડશે.
- વેબસાઇટના હોમપેજ પર તમને Farmers Corner નો વિકલ્પ દેખાશે.
- Farmers Coronerની અંદર Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરો.
- જે બાદ રાજ્ય, જિલ્લા, તાલુકા, અને ગામનું નામ સિલેક્ટ કરો.
- આ તમામ ચીજો થઈ ગયા બાદ Get Report વિકલ્પ પર ક્લિક કરો. આમ કરવાથી તમામ લાભાર્થીનું નામ આવી જશે. જેમાં તમારું નામ છે કે નહીં ચેક કરો.
હપ્તાનું સ્ટેટસ આ રીતે કરો ચેક
આ વેબસાઇટ પર ગયા બાદ જમણી બાજુ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. જેમાં બેનિફિશિયરી સ્ટેટ્સ પર ક્લિક કરો. આમ કર્યા બાદ નવું પેજ ખૂલશે. આ પેજમાં આધાર નંબર, મોબાઈલ નંબર નાંખો. જે બાદ તમને સ્ટેટસની પૂરી જાણકારી મળશે.