(Source: ECI/ABP News/ABP Majha)
PM Kisan Samman Nidhi Yojana: ખેડૂતોના ખાતામાં 31મી મેના રોજ આવશે 11મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ
ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે સમયાંતરે વિવિધ યોજનાઓ લાવે છે. આવી જ એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે.
PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં 31મી મેના રોજ આવશે. 31 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી શિમલામાં હશે. જ્યાં એક કાર્યક્રમ દરમિયાન PM મોદી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો દેશભરના ખેડૂતોને ઓનલાઇન જાહેર કરશે. આ યોજનાનો લાભ લેવા માટે ઇ-કેવાયસી હોવું ફરજિયાત છે.
ખેડૂતોએ E-KYC કરવાનું રહેશે
ખેડૂતોએ આ વખતે E-KYCની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે. આ માટે, વ્યક્તિએ PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે અને E-KYCનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી, તમારે તમારો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. હવે તમારા મોબાઈલ પર એક OTP આવશે. OTP દાખલ કર્યા પછી, અન્ય આધાર OTP આવશે. આધાર OTP દાખલ કર્યા પછી, આ પ્રક્રિયા પૂર્ણ થશે.
લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું?
PM કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લો.
હોમ પેજ પર, ફાર્મર્સ કોર્નરમાં લાભાર્થી યાદી પર ક્લિક કરો.
હવે તેમાં રાજ્ય, જિલ્લો, સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને ગામ પસંદ કરો.
ગેટ રિપોર્ટ પર ક્લિક કર્યા પછી, લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે?
ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે સમયાંતરે વિવિધ યોજનાઓ લાવે છે. આવી જ એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનાના અંતરે 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કિસાન સન્માન નિધિ યોજનાના 10 હપ્તા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે. હવે 31મી મેના રોજ ખેડૂતોને 11મો હપ્તો મળશે. આ ઉપરાંત આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા નામાંકિત કરાયેલા તલાટી, મહેસૂલ અધિકારી અને નોડલ ઓફિસર જ ખેડૂતોની નોંધણી કરી રહ્યા છે.