પોસ્ટ ઓફિસની એક સ્કીમ જે આપશે સુરક્ષિત રોકાણના ભરોસા સાથે દમદાર રિટર્ન, જાણો આ સ્કીમ વિશે
Post Office Monthly Income Scheme : પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એક એવું રોકાણનું સાધન છે જે નિયમિત આવક માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
Post Office Monthly Income Scheme : પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના જે તમારા માટે નિયમિત બચતમાંથી તમારા નિવૃત્તિના સમયને સુધારવા માટે ઉપયોગી થઈ શકે છે. અહીં અમે તમને આ સ્કીમ વિશે માહિતી આપી રહ્યા છીએ. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એક એવું રોકાણનું સાધન છે જે નિયમિત આવક માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
બચત ખાતા અથવા ફિક્સ ડિપોઝીટ કરતાં વધુ વ્યાજ
આ સ્કીમમાં વાર્ષિક 6.6 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે અને દર મહિને ગ્રાહકોને માસિક વ્યાજ અથવા આવક મળે છે. જો તમે ઇચ્છો તો તેને નિયમિત આવક યોજના તરીકે ધ્યાનમાં લઇ શકો ચો અથવા તમે તેને વૃદ્ધાવસ્થા માટે પેન્શન તરીકે લઈ શકો છો. આમાં મળતું વ્યાજ બચત ખાતા અથવા ફિક્સ ડિપોઝીટ કરતાં વધુ છે.
એકથી વધુ ખાતા ખોલી શકાશે
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં, એક ગ્રાહક એકથી વધુ ખાતા ખોલી શકે છે. રૂ.1000ની સાધારણ રકમથી પણ રોકાણ શરૂ કરી શકાય છે. આ માટે પોસ્ટ ઓફિસમાં સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જોઈએ.
રોકાણની કેટલી છે મર્યાદા?
એકંદરે ગ્રાહક તમામ ખાતાઓમાં વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં સંયુક્ત ખાતામાં રોકાણ કરી શકાય તેવી મહત્તમ રકમ રૂ. 9 લાખ (રૂ. 4.5 + 4.5 લાખ) છે. 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો જ ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના વાલી અથવા માતા-પિતા તેનું ખાતું ખોલાવી શકે છે. સગીરનું ખાતું ખોલાવવાના કિસ્સામાં, જ્યારે તે વયસ્ક ટશે ત્યારે ખાતું તેના નામે રહેશે.
લોકઈન પિરિયડ અને ઉપાડ પર ચાર્જ
આ સ્કીમમાં પાંચ વર્ષનો લૉક-ઇન સમયગાળો પણ છે, પરંતુ જો જરૂરી હોય તો તમે અગાઉ પણ પૈસા ઉપાડી શકો છો, જો કે ત્યાં થોડો ચાર્જ અથવા દંડ ભરવો પડશે. જો ખાતું ખોલાવવાના 1 વર્ષની અંદર પૈસા ઉપાડવામાં આવે, તો યોજનાનો લાભ મળશે નહીં. જો તમે ખાતું ખોલ્યાના 1-3 વર્ષમાં પૈસા ઉપાડો છો, તો તમને 2 ટકા ચાર્જ કરીને પૈસા મળશે. જો 3-5 વર્ષમાં પૈસા ઉપાડવામાં આવે તો 1 ટકા ચાર્જ લગાવીને પૈસા પરત કરવામાં આવશે.