શોધખોળ કરો

દેશના આ દિગ્ગજ ઉદ્યોગપતિનું નિધન, ભારતીય હોટેલ ઉદ્યોગમાં મોટું યોગદાન આપ્યું

અસાધારણ નેતૃત્વ અને વિઝનને ઓળખીને, તેમને ILTM (ઈન્ટરનેશનલ લક્ઝરી ટ્રાવેલ માર્કેટ) ખાતે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

PRS Oberoi Died: ઓબેરોય ગ્રુપના અધ્યક્ષ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું નિધન થયું છે. આ માહિતી ઓબેરોય ગ્રુપ દ્વારા આપવામાં આવી છે. હકીકતમાં, માહિતી અનુસાર, PRS ઓબેરોયે આજે 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પીઆરએસ ઓબેરોય ભારતમાં હોટેલ બિઝનેસનો ચહેરો બદલવા માટે જાણીતા હતા.

પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનો જન્મ વર્ષ 1929માં દિલ્હીમાં થયો હતો. પીઆરએસ ઓબેરોય ઓબેરોય ગ્રુપની ફ્લેગશિપ કંપની EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તેઓ EIH લિમિટેડના મુખ્ય શેરહોલ્ડર 'ઓબેરોય હોટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ'ના ચેરમેન પણ રહી ચૂક્યા છે. પીઆરએસ ઓબેરોય ઓબેરોય ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રાય બહાદુર એમએસ ઓબેરોયના પુત્ર હતા.

ઓબેરોય ગ્રુપ લક્ઝરી હોટલની બ્રાન્ડ

પીઆરએસ ઓબેરોયે ભારત, યુનાઇટેડ કિંગડમ અને સ્વિટ્ઝર્લેન્ડમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. EIH લિમિટેડની વેબસાઈટ અનુસાર, આ જૂથની ઘણા દેશોમાં લક્ઝરી હોટેલ્સ પણ છે અને તેની સાથે આ જૂથે હોટલ અને રિસોર્ટના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે "ઓબેરોય" લક્ઝરી હોટેલ્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે અને તેની સેવા માટે લોકોની પસંદગી પણ બની ગઈ છે.

PRS ઓબેરોયના અસાધારણ નેતૃત્વ અને વિઝનને ઓળખીને, તેમને ILTM (ઈન્ટરનેશનલ લક્ઝરી ટ્રાવેલ માર્કેટ) ખાતે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પીઆરએસ ઓબેરોયને હોટેલ મેગેઝિન યુએસએ દ્વારા 'કોર્પોરેટ હોટેલિયર ઓફ ધ વર્લ્ડ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બર્લિનમાં 6ઠ્ઠી ઈન્ટરનેશનલ હોટેલ્સ ઈન્વેસ્ટમેન્ટ ફોરમે તેમને પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. તેમને ફોર્બ્સ ઈન્ડિયા લીડરશીપ એવોર્ડ્સ, કોર્પોરેટ એક્સેલન્સ માટે ઈકોનોમિક ટાઈમ્સ એવોર્ડ્સ, સીએનબીસી ટીવી 18 ઈન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડ્સ, બિઝનેસ ઈન્ડિયા મેગેઝિનના બિઝનેસમેન ઓફ ધ યર, અર્ન્સ્ટ એન્ડ યંગ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ્સથી પણ નવાજવામાં આવ્યા હતા.

ઓબેરોય કંપની તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે એક સાચા પ્રતિભાની ખોટ પર શોક વ્યક્ત કરી રહ્યા છીએ. અમારો ધ્યેય પીઆરએસ ઓબેરોય દ્વારા છોડવામાં આવેલા અસાધારણ વારસાને આગળ ધપાવવાનો છે. આવનારા દિવસોમાં, અમે તેમને સન્માનિત કરવા અને યાદ કરવા માટે અમારો ભાગ ભજવીશું."

કંપનીએ કહ્યું કે ઓબેરોય ગ્રુપમાંથી કોઈ પણ વ્યક્તિ અથવા પીઆરએસ ઓબેરોયને ઓળખતી વ્યક્તિ અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget