શોધખોળ કરો
Advertisement
RTIથી થયો ખુલાસો-રેલવેની પેસેન્જર ટ્રેનથી થનારી આવકમાં 400 કરોડનો ઘટાડો
મધ્યપ્રદેશના આરટીઆઇ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરેએ એક આરટીઆઇ દાખલ કરી હતી
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિક ગાળામાં રેલવેને મુસાફર ભાડાથી થતી આવકમાં ઘટાડો નોંધાયો છે. જોકે, માલસામાનના વહનના કારણે થતા નફામાં સુધારો થયો છે. આ ખુલાસો આરટીઆઇ મારફતે કરવામાં આવ્યો છે. ભારતીય રેલવેને ટિકિટ વેચીને થનારી આવકમાં ઘટાડો નોંધાયો છે. રેલવેની પેસેન્જર ટ્રેન મારફતે થનારી આવક બીજા ત્રિમાસિકની તુલનામાં 400 કરોડ રૂપિયા ઘટી ગઇ છે. જ્યારે માલસામના વહનથી થનારી આવકમાં 2800 કરોડ રૂપિયાનો વધારો થયો છે. નોંધનીય છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રેલએ માલસામાન વહનથી 3901 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એવામાં આ વધારો રેલવે માટે સારા સમાચાર છે. રેલવે માલસામાનના વહનના કારણે થનારી આવકમાં સુધાર માટે ખૂબ પ્રયાસ કર્યા હતા જેનું સારુ પરિણામ જોવા મળ્યું છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇએ કહ્યું કે, મધ્યપ્રદેશના આરટીઆઇ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરેએ એક આરટીઆઇ દાખલ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે નાણાકીય વર્ષ 2019-2020ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેલવેને 13,398.92 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે આ જૂલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ઘટીને 13,243.81 કરોડ રૂપિયા થઇ ગઇ હતી જ્યારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ ઘટીને 12844.37 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રાઇમ
Advertisement