શોધખોળ કરો

Ration Card: આ રાજ્યનાં રાશન કાર્ડ ધારકોનો નસીબ ચમક્યું, દર વર્ષે 3 એલપીજી સિલિન્ડર મફતમાં મળશે

તેનાથી સરકાર પર આર્થિક બોજ પડશે, પરંતુ સામાન્ય લોકોને ફાયદો થશે.

Ration Card Free Gas Cylinder: કોરોનાના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા લાખો નવા રેશનકાર્ડ બનાવવામાં આવ્યા હતા, હવે તે કાર્ડ ધારકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. આ વધતી મોંઘવારીમાં, તમારી પાસે એક વર્ષમાં 3 ગેસ સિલિન્ડર મફતમાં મેળવવાની તક છે. તમને જણાવી દઈએ કે સરકાર ગરીબોની દરેક સંભવ મદદ કરી રહી છે. રાશન કાર્ડ ધારકો માટે પહેલા મફત રાશન અને હવે મફત ગેસ સિલિન્ડર યોજના. સરકારના આ નિર્ણયથી લોકોને ઘણી હદ સુધી રાહત મળવાની આશા છે. ચાલો જાણીએ કે તમે તેનો લાભ કેવી રીતે મેળવી શકો છો.

આ લોકોને મળશે ફ્રી ગેસ સિલિન્ડર

જો તમારી પાસે અંત્યોદય કાર્ડ છે તો હવે તમને સરકાર તરફથી મફત ગેસ સિલિન્ડર મળશે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકાર રાશન કાર્ડ ધારકને વાર્ષિક 3 એલપીજી સિલિન્ડર મફત આપવાની યોજના બનાવી રહી છે. તેનાથી સરકાર પર આર્થિક બોજ પડશે, પરંતુ સામાન્ય લોકોને ફાયદો થશે. આ જાહેરાતની સાથે તેમાં કેટલાક નિયમો અને શરતો પણ છે, જેનું પાલન કરવું જરૂરી રહેશે. તે પછી જ તમે સિલિન્ડર મેળવી શકશો.

આ રીતે મળશે યોજનાનો લાભ

સરકારના મફત 3 ગેસ સિલિન્ડરના લાભ માટે કેટલીક શરતો છે.

લાભાર્થી ઉત્તરાખંડનો રહેવાસી હોવો જોઈએ.

અંત્યોદય રેશનકાર્ડ ધારકોને ગેસ કનેક્શન કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ.

તમારે આ કામ કરવું પડશે

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો, તો આ મહિનામાં એટલે કે જુલાઈમાં તમારું અંત્યોદય કાર્ડ લિંક કરાવો. જો તમે બંનેને લિંક નહીં કરો તો તમે સરકારની મફત ગેસ સિલિન્ડરની યોજનાથી વંચિત રહી જશો.

2 લાખ કાર્ડ ધારકોને લાભ મળશે

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડ સરકારે તેની તૈયારી પૂર્ણ કરી લીધી છે. જિલ્લાવાર અંત્યોદય ગ્રાહકોની યાદી પણ સ્થાનિક ગેસ એજન્સીઓને મોકલી આપવામાં આવી છે. અંત્યોદય કાર્ડ ધારકોને ગેસ કનેક્શન સાથે રેશનકાર્ડ લિંક કરવા જણાવાયું છે. ઉત્તરાખંડ સરકારને રાજ્યના લગભગ 2 લાખ અંત્યોદય કાર્ડ ધારકોને ફાયદો થશે, જ્યારે સરકારે આ યોજનાથી કુલ રૂ. 55 કરોડનો બોજ ઉઠાવવો પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

વિડિઓઝ

Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget