RBI Alert: જૂની ચલણી નોટો બદલી આપવાના નામે થતી ઠગાઈને લઈ આરબીઆઈએ કર્યા Alert, જાણો શું કહ્યું
આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું કે, કેટલાક તત્વો છેતરપિંડી માટે આરબીઆઈના નામ, લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. આવા તત્વો કમીશન, ટેક્સની માંગ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે લોકને જુની નોટો ખરીદવા અને વેચવાના નક્લી પ્રસ્તાવની ઝાળમાં ન ફસાવવા લોકોને આગ્રહ કર્યો છે. કેન્દ્રીય બેંકે એક નોટિફિકેશન દ્વારા લોકોને આ અપીલ કરી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટિફિકેશન બહાર પાડીને શું કહ્યું
આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું કે, કેટલાક તત્વો છેતરપિંડી માટે આરબીઆઈના નામ, લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. આવા તત્વો કમીશન, ટેક્સની માંગ કરી રહ્યા છે. ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી જુની નોટો અને સિક્કાની ખરીદી તથા વેચાણની બોગસ ઓફર આવામાં આવી રહી છે.
લોકોને આપી આ સલાહ
આરબીઆઈએ જણાવ્યું કે, આ પ્રકારની લેણદેણમાં અમારી તરફથી કમીશન લેવા માટે કોઈ સંસ્થા, ફર્મ કે વ્યક્તિને નિમણૂક કરવામાં આવી નથી. કેન્દ્રીય બેંકે આ રીતે છેતરપિંડી કરનારા શખ્સોનો શિકાર ન બનવાની સલાહ આપી છે.
— RBI Says (@RBIsays) August 4, 2021
શેરબજારમાં લાલચોળ તેજી
કોરોના સંક્રમણમાં ઘટાડા અને ફરી દેશ અનલોક થઈ રહ્યો હોઈ આર્થિક-ઔદ્યોગિક ગતિવિધીમાં થઈ રહેલા વધારા અને ચોમાસાની સારી પ્રગતિ સાથે જૂન 2021ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામો પ્રોત્સાહક નીવડી રહ્યા હોવા સાથે ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને 73.31 ડોલર થવા અને જીએસટી એક્ત્રિકરણમાં થયેલા વધારા અને નિકાસના પ્રોત્સાહક આંકડા સાથે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સપ્તાહના અંતમાં શુક્રવારે થનારી ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દર યથાવત રહેવાના અંદાજોએ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ શેરોમાં મોટાપાયે ખરીદી કરી આજે બજારને નવી વિક્રમી ઊંચાઈએ મૂકી દીધું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઘણા દિવસોથી સતત વેચવાલી રહી હતી. માર્ચ 2020 બાદ જુલાઈમાં સૌથી વધુ રૂ.14088 કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ હતું. જ્યારે મ્યુચ્યુઅલ ફંડો-સ્થાનિક ફંડોએ રૂ.12,000 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે.