શોધખોળ કરો

RBI બની દુનિયામાં નંબર વન, ઓક્ટોબરમાં સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી આ દેશોને પછાડ્યા

આ ખરીદી સાથે ભારતનો કુલ સોનાનો ભંડાર હવે 882 ટન છે. WGCએ જણાવ્યું હતું કે ઊભરતાં બજારોની મધ્યસ્થ બેન્કોએ સોનાની ખરીદીના મામલે તેમનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

RBI Gold Buying: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી) એ ગુરુવારે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં વિશ્વભરની કેન્દ્રીય બેન્કોએ 60 ટન સોનું ખરીદ્યું હતું, જેમાં ભારતીય રિઝર્વ બેન્ક 27 ટન સોનું ખરીદવાની સાથે સૌથી આગળ હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના માસિક રિપોર્ટ પર આધારિત WGCના આ આંકડાઓ અનુસાર, ભારતે ઓક્ટોબર મહિનામાં તેના સોનાના ભંડારમાં 27 ટનનો વધારો કર્યો છે, જે આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં તેની કુલ સોનાની ખરીદી વધીને 77 ટન પર પહોંચી છે. 

ગયા વર્ષની સરખામણીમાં સોનાની ખરીદી વધી છે

WGCએ જણાવ્યું હતું કે RBI દ્વારા આ સોનાની ખરીદી ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં પાંચ ગણો વધારો દર્શાવે છે. ડેટા દર્શાવે છે કે આ ખરીદી સાથે ભારતનો કુલ સોનાનો ભંડાર હવે 882 ટન છે, જેમાંથી 510 ટન ભારતમાં છે.

WGC એ મહત્વની માહિતી આપી હતી

WGCએ જણાવ્યું હતું કે ઊભરતાં બજારોની મધ્યસ્થ બેન્કોએ સોનાની ખરીદીના મામલે તેમનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તુર્કી અને પોલેન્ડે જાન્યુઆરી-ઓક્ટોબર 2024 દરમિયાન તેમના સોનાના ભંડારમાં અનુક્રમે 72 ટન અને 69 ટનનો વધારો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણ દેશોની કેન્દ્રીય બેન્કોએ આ વર્ષે સોનાની કુલ વૈશ્વિક ખરીદીમાંથી 60 ટકા ખરીદી કરી છે.

આજે રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીની બેઠકનો છેલ્લો દિવસ

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 4 ડિસેમ્બરથી શરૂ થઈ હતી અને તેનું પરિણામ આજે આવવાનું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ શુક્રવારે RBI MPCની બેઠકના નિર્ણયોની જાહેરાત કરશે. મોટાભાગના નિષ્ણાતો માને છે કે આરબીઆઈ આ નાણાકીય નીતિમાં તેના દરોમાં કોઈ ફેરફાર કરશે નહીં.

સપ્ટેમ્બરના અંત સુધીમાં આરબીઆઈ પાસે કુલ 855 ટન સોનું હતું, જેમાંથી 510.5 ટન ભારતમાં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. વિદેશી મુદ્રા ભંડારના સંચાલન અંગેના તાજેતરના અહેવાલમાં આ માહિતી શેર કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં આરબીઆઈ અને સરકારે વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે 214 ટન સોનું દેશમાં લાવવાનો નિર્ણય કર્યો છે. કારણ કે ઘણા અધિકારીઓ માને છે કે દેશમાં સોનું રાખવું વધુ સલામત છે.             

બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget