શોધખોળ કરો

બેંકના કર્મચારીઓ ખરાબ વર્તન કરે છે? જાણો RBI એ આપેલા ગ્રાહકોના આ 5 મોટા અધિકારો

RBI customer rights 2026: બેંકમાં કેશિયર કે મેનેજરના તોછડા વર્તનથી હવે ગભરાવાની કે સહન કરવાની જરૂર નથી, રિઝર્વ બેંકે ગ્રાહકોના હિત માટે ખાસ 'ગ્રાહક અધિકાર ચાર્ટર' બહાર પાડ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RBI ગ્રાહકોને બેંક સાથે ન્યાયી વર્તન કરવાનો અધિકાર આપે છે.
  • બેંકોએ વ્યાજ દર, છુપાયેલા ચાર્જની સ્પષ્ટ માહિતી આપવી પડશે.
  • ગ્રાહકની જરૂરિયાત મુજબ જ બેંક પ્રોડક્ટ્સ અને સ્કીમ્સ ઓફર કરવી.
  • ગ્રાહકની મંજૂરી વિના વ્યક્તિગત માહિતી અન્ય પક્ષ સાથે શેર નહીં.
  • 30 દિવસમાં ફરિયાદનો ઉકેલ ન આવે તો બેંકિંગ લોકપાલમાં ફરિયાદ.

RBI customer rights 2026: ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બેંકમાં કોઈ કામ માટે જઈએ અને ત્યાંના કેશિયર કે મેનેજર આપણી સાથે તોછડાઈભર્યું વર્તન કરે. મોટાભાગના લોકો પોતાનું કામ પતાવવાની લ્હાયમાં આ ખરાબ વર્તનને ચૂપચાપ સહન કરી લેતા હોય છે. પરંતુ હવે તમારે આવું કંઈ પણ સહન કરવાની કે ગભરાવાની જરૂર નથી. સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 'ગ્રાહક અધિકારોનો ચાર્ટર' (Charter of Customer Rights) બહાર પાડવામાં આવ્યો છે. આ ચાર્ટર હેઠળ દરેક ગ્રાહકને 5 એવા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, જેની મદદથી તમે ઉદ્ધત બેંક કર્મચારીઓ સામે પગલાં લઈ શકો છો. આવો જાણીએ આ 5 મહત્વના અધિકારો વિશે:

1. ન્યાયી વર્તનનો અધિકાર (Right to Fair Treatment)

સૌથી પહેલો અને મહત્વનો અધિકાર છે ન્યાયી વર્તનનો. દરેક બેંક માટે ફરજિયાત છે કે તે પોતાના ગ્રાહકો સાથે પૂરા આદર અને સન્માનથી વર્તે. બેંક કોઈપણ ગ્રાહક સાથે તેના રંગ, જાતિ, લિંગ કે ધર્મના આધારે જરાય ભેદભાવ કરી શકે નહીં. જો કોઈ બેંક મેનેજર કે કેશિયર તમારી સાથે તોછડાઈથી વાત કરે કે કોઈ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે, તો તેમની સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે.

2. પારદર્શિતાનો અધિકાર (Right to Transparency)

બીજો નિયમ છે પારદર્શિતાનો. બેંકની એ સૌથી મોટી જવાબદારી છે કે તે ગ્રાહકને વ્યાજ દર, છુપા ચાર્જ કે ફી સહિતની તમામ સેવાઓની સાચી અને પૂરી માહિતી સ્પષ્ટ શબ્દોમાં આપે. જો બેંક પોતાના કોઈપણ નિયમોમાં ફેરફાર કરે છે, તો તેની જાણ ગ્રાહકોને અગાઉથી કરવી ખૂબ જ જરૂરી છે. ગ્રાહકોને અંધારામાં રાખીને કોઈ ચાર્જ વસૂલી શકાય નહીં.

3. યોગ્યતાનો અધિકાર (Right to Suitability)

આજકાલ મોટાભાગના બેંક કર્મચારીઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે ગ્રાહકોને પરાણે એવી સ્કીમ કે પોલિસી પકડાવી દેતા હોય છે જેની તેમને કોઈ જ જરૂર હોતી નથી. આ બાબતે RBI નો નિયમ સ્પષ્ટ કહે છે કે બેંકો ગ્રાહકની જરૂરિયાત અને તેમની આર્થિક સ્થિતિને અનુકૂળ હોય તેવી જ યોગ્ય પ્રોડક્ટ કે સ્કીમ તેમને ઓફર કરી શકે છે.

બેંક કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો પગાર કેટલો વધશે?

4. ગોપનીયતાનો અધિકાર (Right to Privacy)

તમારો ચોથો અધિકાર ગોપનીયતાનો છે. બેંક પાસે તમારી ઘણી અંગત માહિતી અને ખાતાની તમામ વિગતો હોય છે. આ માહિતીને સુરક્ષિત રાખવી એ બેંકની પ્રાથમિક ફરજ છે. તમારી સ્પષ્ટ મંજૂરી લીધા વિના બેંક તમારી કોઈ પણ પર્સનલ વિગત અન્ય કોઈ કંપની કે થર્ડ પાર્ટી (ત્રીજા પક્ષ) સાથે શેર કરી શકે નહીં.

5. ફરિયાદ નિવારણનો અધિકાર (Right to Grievance Redressal)

છેલ્લે, જો તમને બેંકની કોઈ સેવાથી તકલીફ છે અને બેંક સ્તરે તમારી સમસ્યાનું યોગ્ય સમાધાન નથી થતું, તો RBI તમને ફરિયાદ કરવાનો પૂરો અધિકાર આપે છે. જો તમે બેંકમાં કોઈ ફરિયાદ કરી હોય અને 30 દિવસમાં તેનો યોગ્ય ઉકેલ ન આવે અથવા બેંકના જવાબથી તમે સંતુષ્ટ ન હોવ, તો તમે સીધા જ 'RBI બેંકિંગ લોકપાલ' (Banking Ombudsman) માં ઓનલાઈન જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

SBI ગ્રાહકો સાવધાન! સતત 4 દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે, હડતાળનું એલાન, જાણો તારીખ

Frequently Asked Questions

RBI ગ્રાહક અધિકારોનો ચાર્ટર શું છે?

RBI દ્વારા બહાર પાડવામાં આવેલ આ ચાર્ટર સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે છે. તે ગ્રાહકોને બેંકો સામે પોતાના અધિકારો માટે પગલાં લેવા સક્ષમ બનાવે છે.

બેંક ગ્રાહકો સાથે કેવું વર્તન કરી શકે છે?

દરેક બેંક માટે ફરજિયાત છે કે તે પોતાના ગ્રાહકો સાથે પૂરા આદર અને સન્માનથી વર્તે. બેંક કોઈપણ ગ્રાહક સાથે તેના રંગ, જાતિ, લિંગ કે ધર્મના આધારે ભેદભાવ કરી શકે નહીં.

શું બેંક મારી અંગત માહિતી કોઈ અન્ય પક્ષ સાથે શેર કરી શકે છે?

ના, તમારી સ્પષ્ટ મંજૂરી લીધા વિના બેંક તમારી કોઈ પણ પર્સનલ વિગત અન્ય કોઈ કંપની કે થર્ડ પાર્ટી સાથે શેર કરી શકે નહીં. આ ગોપનીયતાના અધિકાર હેઠળ આવે છે.

જો મારી બેંક ફરિયાદનો 30 દિવસમાં ઉકેલ ન આવે તો મારે શું કરવું જોઈએ?

જો બેંક તમારી ફરિયાદનો 30 દિવસમાં યોગ્ય ઉકેલ ન આપે, તો તમે સીધા જ RBI બેંકિંગ લોકપાલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

Embed widget