શોધખોળ કરો
Advertisement
ATMમાંથી પાંચ હજાર રૂપિયા જ ઉપાડી શકાશે?, વધારે ઉપાડવા પર લાગશે કેટલો ટેક્સ?
ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઇની એક સમિતિએ પોતાના રિપોર્ટમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટ ઘટાવવાની ભલામણ કરી છે
નવી દિલ્હીઃ એટીએમમાંથી રૂપિયા ઉપાડવા લોકોને મોંઘા પડી શકે છે. ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઇની એક સમિતિએ પોતાના રિપોર્ટમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટ ઘટાવવાની ભલામણ કરી છે. આ સમિતિએ ભલામણ કરી છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટ પાંચ હજાર રૂપિયા નક્કી કરવામાં આવવી જોઇએ. તે સિવાય એટીએમના ઉપયોગની ફિસ પણ વધારવાની ભલામણ કરી હતી. મનીલાઇફની એક રિપોર્ટ અનુસાર, આરબીઆઇની એક સમિતિએ એટીએમથી થનારા તમામ પ્રકારના ટ્રાજેક્શન પર ઇન્ટર ચેન્જ ચાર્જ ઘટાડવાની ભલામણ કરી હતી. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે એટીએમમાંથી પ્રત્યેક ટ્રાજેક્શનની લિમિટ 5000 રૂપિયા નક્કી કરવી જોઇએ. જો કોઇ તેનાથી વધારે રૂપિયા ઉપાડે છે તો પ્રત્યેક ટ્રાજેક્શન પર ચાર્જ વસૂલવામાં આવવો જોઇએ. આ સમિતિએ 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે આ ચાર્જમાં 24 ટકાથી વધુ લેવાની ભલામણ કરી હતી.આરબીઆઇએ થોડા સમય અગાઉ એટીએમ ઇન્ટરચેન્જ ફીસ સ્ટ્રક્ચરની સમીક્ષા માટે આ સમિતિની રચના કરી હતી.
આરટીઆઇ કાર્યકર્તા શ્રીકાંત એલની અરજી પર આરબીઆઇએ આ રિપોર્ટ ઉપબલ્ધ કરાવ્યો છે. આરટીઆઇમાં મળેલી જાણકારી અનુસાર આરબીઆઇએ ઇન્ડિયન બેન્ક અસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ વીજી કન્નનની અધ્યક્ષતામાં બનાવેલી સમિતિએ રોકડ ઉપાડવાની આદતને ઓછી કરવા માટેની ભલામણો પોતાના રિપોર્ટમાં કરી હતી. રિપોર્ટ 22 ઓક્ટોબર 2019માં રિઝર્વ બેન્કને સોંપવામાં આવી હતી. જોકે, તેને હજુ સુધી સાર્વજનિક કરવામાં આવી નથી. પરંતુ આરટીઆઇ કાર્યકર્તા શ્રીકાંત એલની આરટીઆઇ અરજી પર આ વાતનો ખુલાસો થયો હતો.
આરબીઆઇની સમિતિએ પોતાના રિપોર્ટમાં સિંગલ બ્રાન્ચ ટ્રાજેક્શન અને સિંગલ એટીએમ ટ્રાજેક્શનના ચાર્જની તુલના કરી હતી. સમિતિએ એટીએમમાંથી એક ટ્રાજેક્શનની સીમા 5000 રૂપિયા કરવાની ભલામણ કરી છે. તેનાથી વધુ રૂપિયા ઉપાડવા પર ચાર્જ લગાવવાની વાત કરી છે. આ સમયે અલગ અલગ કાર્ડ માટે એક ટ્રાજેક્શનમાં અને એક દિવસમાં પૈસા ઉપાડવાની લિમિટ અલગ અલગ છે. આ સમિતિમાં દિલીપ એસ્બે, ગિરી કુમાર નાયર, એસ સમ્પથ કુમાર, કે શ્રીનિવાસ અને સંજીવ પટેલ સામેલ હતા.
સમિતિએ કહ્યું હતું કે, 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ફ્રી ટ્રાજેક્શનની સંખ્યાને પ્રત્યેક મહિને પાંચથી વધારીને છ કરવામાં આવે અને 10 લાખથી વધુ સંખ્યા ધરાવતા શહેરોમાં ફ્રી ટ્રાજેક્શનની સંખ્યા પ્રત્યેક મહિને ત્રણ રાખવામાં આવે. ફ્રી ટ્રાજેક્શનની સીમા પૂર્ણ થવા પર પ્રત્યેક ટ્રાજેક્શન પર 24 ટકા પ્લસ ચાર્જ લગાવવામાં આવે. 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો પર ફાઇનાન્સિયલ ટ્રાજેક્શન માટે ઇન્ટરચેન્જ ફી નેટ 2 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને નોન ફાઇનાન્સિયલ ટ્રાજેક્શન માટે ઇન્ટરચેન્જ ફિસને 7 રૂપિયા રાખવાની ભલામણ કરાઇ હતી. તે સિવાય 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો પર ફાઇનાન્સિયલ અને નોન ફાઇનાન્સિયલ બંન્ને પ્રકારના ટ્રાજેક્શન માટે ઇન્ટરચેન્જ ફીસમાં 3 રૂપિયાનો વધારો કરવાની ભલામણ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement