RBI Credit Policy: વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં, RBIએ 10.5% જીડીપી ગ્રોથનો અંદાજ મુક્યો
આરબીઆઈ ગવર્નરે આજે કહ્યું કે, રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર રહેશે.
મુંબઈઃ RBIએ Repo Rate અને Reverse Repo Rateમાં કોઈ ફેરફાર નથી કર્યા. RBI ગવર્નરે આજે કહ્યું કે, Repo Rate 4% અને Reverse Repo Rate 3.35% પર રહેશે. તેની સાથે જ RBI ગવર્નરે વર્ષ 2021-22 માટે 10.5% જીડીપીનો અંદાજ મુક્યો છે.
મોનેટરી પોલિસી રજૂ કરતાં RBI ગવર્નરે કહ્યું, “કોરોન હોવા છતાં દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી છે. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, તેનાથી થોડી અનિશ્ચિતતા ચોક્કસ છે, પરંતુ ભારત પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.” જણાવીએ કે, 5 ફેબ્રુઆરીના રોજ મળેલ મોનેટરી પોલિસી સમીક્ષામાં Repo Rate અને Reverse Repo Rateમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં Repo Rate 4 ટકા અને Reverse Repo Rate 3.35 ટકા પર જાળવી રાખવામાં આવ્યા છે.
બજારના નિષ્ણાંતોએ પહેલા જ એ વાતના સંકેત આપ્યા હતા કે રેટમાં કોઈ ફેરફાર નહીં આવે. નિષ્ણાંતોનું કહેવું હતું કે, ફુગાવો વધ્યો છે, સરકાર મોંઘવારીના દરને નક્કી મર્યાદામાં રાખવા (2 ટકાથી 4 ટકાની વચ્ચે) તથા કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેંકે મોનેટરી પોલિસીમાં નરમ વલણ રાખતા યથાસ્થિતિ જાળવી રાખી શકે છે.
રેપો રેટ એટલે શું ?: રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચુકવવું પડે. અને જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચુકવવો પડે.
અસર: રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.
રિવર્સ રેપો રેટ એટલે શું ?: રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચુકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
અસર શું: રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.