Stock market: RBIએ આ 2 બેન્કને ફટકાર્યો મોટો દંડ, સોમવારે આ બેન્કના શેરના ભાવ ગગડશે
આરબીઆઈએ ત્રણ અલગ-અલગ નિવેદનોમાં સ્પષ્ટ કર્યું છે કે, આ દંડ નિયમનકારી પાલનના અભાવના આધારે લગાવવામાં આવ્યો છે. આ દંડ બેંકો અને તેમના ગ્રાહકો વચ્ચે થયેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પરનો નિર્ણય નથી.

Stock market:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે બે બેંકો પર 68.1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બે બેંકો નૈનીતાલ બેંક અને ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક છે. તેમના પર નિયમનકારી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નૈનીતાલ બેંક લિમિટેડ પર 'લોન પર વ્યાજ દર' અને 'બેંકોમાં ગ્રાહક સેવા' સંબંધિત માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ 61.40 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
તે જ સમયે, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક પર 'લોન્સ અને એડવાન્સિસ - વૈધાનિક અને અન્ય પ્રતિબંધો' સંબંધિત આરબીઆઈની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ 6.70 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સંસ્થા પર પણ દંડ વસૂલવામાં આવ્યો છે
આ બે બેંકો સિવાય આરબીઆઈએ નોન બેંકિંગ સંસ્થા શ્રીરામ ફાઈનાન્સ પર પણ 5.80 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ 'નો યોર ક્સ્ટમર( કેવાયસી) શા નિર્દેશ અને 'ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓને ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીને ક્રેડિટ જાણકારી આપવાનો ડેટા ફોર્મેટ' સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ લાદવામાં આવ્યો છે.
RBIએ શું કહ્યું?
આરબીઆઈએ ત્રણ અલગ-અલગ નિવેદનોમાં સ્પષ્ટ કર્યું છે કે, આ દંડ નિયમનકારી પાલનના અભાવના આધારે લગાવવામાં આવ્યો છે. આ દંડ બેંકો અને તેમના ગ્રાહકો વચ્ચે થયેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પરનો નિર્ણય નથી. આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે કંપનીઓ સામે આગળની કાર્યવાહીથી આ દંડની અસર થશે નહીં, જેનો અર્થ છે કે આરબીઆઈ આ બેંકો સામે વધુ પગલાં લઈ શકે છે. આ પગલાથી સ્પષ્ટ છે કે આરબીઆઈ બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓને નિયમોનું કડક પાલન કરવા માટે કહી રહી છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને પારદર્શિતા જાળવવા માટે આવા પગલાં જરૂરી છે.
ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકના શેર
શુક્રવારે બજાર બંધ થતાં સુધીમાં ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેરમાં 2.21 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેનો શેર 14 ફેબ્રુઆરીએ રૂ. 33.20 પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિનામાં આ સ્ટૉકમાં 20 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. તે જ સમયે, જો આપણે એક વર્ષની વાત કરીએ તો, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકના શેરમાં 40 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
