શોધખોળ કરો

મોબાઈલ નંબરની જેમ હવે બેંક એકાઉન્ટ નંબર પણ થશે પોર્ટ! RBI લાવી રહ્યું છે ક્રાંતિકારી સિસ્ટમ

પેમેન્ટ્સ વિઝન 2028 હેઠળ સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ પર કામ શરૂ; બેંક બદલવા છતાં તમારો એકાઉન્ટ નંબર એ જ રહેશે, વારંવાર ડિટેલ્સ અપડેટ કરવાની ઝંઝટમાંથી મળશે કાયમી મુક્તિ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RBI નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, બેંક બદલવા પર એકાઉન્ટ નંબર યથાવત રહેશે.
  • પેમેન્ટ્સ વિઝન 2028 હેઠળ, ગ્રાહકોને બેંક પસંદગીની આઝાદી મળશે.
  • નવી સિસ્ટમમાં એકાઉન્ટ નંબર કાયમી ઓળખ બનશે, ઓટો-પેમેન્ટ આપમેળે ટ્રાન્સફર થશે.
  • બેંકોની મનમાની પર લગામ આવશે, પારદર્શિતા અને ડિજિટલ પેમેન્ટ મજબૂત બનશે.

જો તમે તમારી વર્તમાન બેંકની સર્વિસથી નાખુશ છો અને બેંક બદલવા માંગો છો, પરંતુ બધી જ જગ્યાએ એકાઉન્ટ નંબર બદલવાની લાંબી કાગળની ઝંઝટથી ડરો છો? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તમારા માટે એક મોટા અને રાહતના સમાચાર લાવી રહી છે. મોબાઈલ નંબર પોર્ટ કરવાની જેમ જ, હવે બેંક બદલવાનું પણ સાવ સરળ બની જશે. RBI એક એવી નવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જેનાથી ગ્રાહકો બેંક બદલશે તો પણ તેમનો બેંક એકાઉન્ટ નંબર તો એનો એ જ રહેશે. આ પગલાથી બેંકિંગ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે અને સામાન્ય જનતાને મોટી રાહત મળશે.

RBI નું 'પેમેન્ટ્સ વિઝન 2028'

RBI હાલમાં તેના 'પેમેન્ટ્સ વિઝન 2028' અંતર્ગત એક આધુનિક સિસ્ટમ ડેવલપ કરી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમની પસંદગીની બેંકિંગ સેવાઓ મેળવવાની પૂરી આઝાદી આપવાનો છે. ગ્રાહકોને રોકવા માટે બેંકોએ ફરજિયાતપણે પોતાની સર્વિસ સુધારવી પડશે, જેનાથી બેંકો વચ્ચે હરીફાઈ વધશે અને સરવાળે ફાયદો ગ્રાહકોને જ થશે.

અત્યારે ગ્રાહકોને શું મુશ્કેલી પડે છે?

અત્યારની સ્થિતિ મુજબ, જો કોઈ ગ્રાહક પોતાની બેંક બદલે તો તેને નવો એકાઉન્ટ નંબર આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહકે પોતાનો પગાર, હોમ લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડ (SIP), વીમાનું પ્રીમિયમ, ગેસ સબસિડી કે લાઈટ-પાણીના બિલના પેમેન્ટ માટે દરેક જગ્યાએ પોતાની નવી બેંકની ડિટેલ્સ અપડેટ કરવી પડે છે. જો ક્યાંક ભૂલથી માહિતી અપડેટ કરવાનું રહી જાય, તો પેમેન્ટ ફેલ થઈ જાય છે, જેના લીધે ગ્રાહકને આર્થિક નુકસાન અને માનસિક ત્રાસ ભોગવવો પડે છે.

નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

આ નવી યોજના લાગુ થતાં તમારો વર્તમાન બેંક એકાઉન્ટ નંબર તમારી કાયમી ઓળખ (Permanent ID) બની જશે. જ્યારે તમે નવી બેંકમાં તમારું ખાતું પોર્ટ કરશો, ત્યારે એ નવી બેંક તમારા જૂના એકાઉન્ટ નંબરને જ પોતાની સિસ્ટમ સાથે જોડી દેશે. રિઝર્વ બેંક આના માટે એક સેન્ટ્રલ પ્લેટફોર્મ બનાવી રહી છે. તમારી બધી જ ઓટો-પેમેન્ટની સૂચનાઓ, બિલ પેમેન્ટ અને રોકાણની માહિતી આ પ્લેટફોર્મ પર સ્ટોર રહેશે. બેંક બદલતાની સાથે જ આ બધી વિગતો આપમેળે તમારા નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

બેંકોની મનમાનીનો આવશે અંત

આ સિસ્ટમ આવવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે બેંકોનું મનસ્વી વર્તન બંધ થઈ જશે. જો કોઈ બેંક સારી સર્વિસ ન આપે કે પછી બિનજરૂરી ચાર્જ વસૂલે, તો ગ્રાહક કોઈપણ અડચણ વગર બીજી સારી બેંકમાં પોતાનું ખાતું શિફ્ટ કરી શકશે. આનાથી બેંકિંગ સેક્ટરમાં પારદર્શિતા આવશે અને દેશની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વધુ મજબૂત બનશે.

Frequently Asked Questions

RBI દ્વારા ગ્રાહકો માટે બેંકિંગ ક્ષેત્રમાં શું નવો ફેરફાર આવી રહ્યો છે?

RBI એક એવી નવી સિસ્ટમ પર કામ કરી રહી છે જેનાથી ગ્રાહકો બેંક બદલશે તો પણ તેમનો બેંક એકાઉન્ટ નંબર યથાવત રહેશે. આ 'પેમેન્ટ્સ વિઝન 2028' હેઠળ ગ્રાહકોને પસંદગીની બેંકિંગ સેવાઓ મેળવવાની આઝાદી આપશે.

હાલમાં ગ્રાહકોને બેંક બદલતી વખતે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?

હાલમાં બેંક બદલતા નવો એકાઉન્ટ નંબર મળે છે. આ કારણે પગાર, EMI, SIP, વીમા પ્રીમિયમ અને બિલ પેમેન્ટ જેવી બાબતો માટે દરેક જગ્યાએ નવી વિગતો અપડેટ કરવી પડે છે, જેમાં ભૂલ થવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.

નવી સિસ્ટમ લાગુ થયા પછી ગ્રાહકોને શું ફાયદો થશે?

નવી સિસ્ટમમાં બેંક એકાઉન્ટ નંબર કાયમી ઓળખ બનશે. ગ્રાહક બેંક બદલશે તો પણ જૂનો એકાઉન્ટ નંબર જ નવી બેંક સાથે જોડાશે અને બધી ઓટો-પેમેન્ટની સૂચનાઓ આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

આ નવી સિસ્ટમથી બેંકોની મનમાની પર શું અસર પડશે?

આ સિસ્ટમ આવવાથી બેંકોનું મનસ્વી વર્તન બંધ થશે. જો કોઈ બેંક સારી સર્વિસ ન આપે તો ગ્રાહક સરળતાથી બીજી બેંકમાં ખાતું શિફ્ટ કરી શકશે, જેનાથી બેંકિંગ સેક્ટરમાં પારદર્શિતા વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget