RBI News Update: સ્ટાર સીરિઝવાળી બેન્ક નોટ પર ભારતીય રિઝર્વ બેન્કે શું કરી સ્પષ્ટતા?
સ્ટાર સિમ્બોલવાળી બેન્ક નોટોની માન્યતા અંગે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઇ છે.
RBI News Update: જો હવે પછી તમને ચલણી નોટની નંબર પેનલમાં સ્ટાર સિમ્બોલ (*) વાળી બેન્ક નોટ મળે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સ્ટાર સિમ્બોલવાળી બેન્ક નોટ કાયદેસર માન્ય છે. ભારતીય રિઝર્વ બેન્કે આ નોટ અંગે સ્પષ્ટતા આપી છે. RBIએ કહ્યું કે સ્ટાર સિમ્બોલવાળી બેન્ક નોટ કાનૂની રીતે એટલી જ માન્ય છે જેટલી સ્ટાર સિમ્બોલ વગરની બેન્ક નોટ છે. આરબીઆઈએ કહ્યું કે બેન્ક નોટના પ્રીફિક્સ અને સીરીયલ નંબર વચ્ચે સ્ટાર સિમ્બોલ ઉમેરવામાં આવે છે. સ્ટાર સિમ્બોલ સાથેની બેન્ક નોટ એ વાતની ઓળખ છે કે આ નોટ બદલવામાં આવી છે અથવા ખરાબ થયા બાદ સમાન નંબર અને પ્રીફિક્સ સાથે સ્ટાર સિમ્બોલ ઉમેરીને આ નોટને ફરીથી પ્રિન્ટ કરવામાં આવી છે.
Reserve Bank of India clarifies on Star Series Banknoteshttps://t.co/BFBYLbH8Ao
— ReserveBankOfIndia (@RBI) July 27, 2023
સ્ટાર સિમ્બોલવાળી બેન્ક નોટોની માન્યતા અંગે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ બાદ આરબીઆઈએ આ સ્પષ્ટતા જાહેર કરી છે. આરબીઆઈએ કહ્યું કે બેન્ક નોટની નંબર પેનલમાં સ્ટાર સિમ્બોલ સામેલ છે. આ એવી નોટો છે જે બગડેલી નોટોના બદલામાં છાપવામાં આવે છે. સ્ટાર સિમ્બોલવાળી આ નોટો સીરીયલ નંબર સાથે 100 ટુકડાઓમાં પ્રિન્ટ કરવામાં આવી છે.
આરબીઆઈએ તેના FAQમાં જણાવ્યું હતું કે 2006 સુધી આરબીઆઈ દ્વારા છાપવામાં આવતી નોટો સીરીયલ નંબરમાં હતી. આ તમામ નોટમાં સીરીયલ નંબરની સાથે નંબરો અને અક્ષરો સાથે પ્રીફિક્સ લગાવવામાં આવતી હતી. આ નોટ 100 ટુકડાના પેકેટમાં જાહેર કરવામાં આવે છે. ક્ષતિગ્રસ્ત નોટોની ફરીથી પ્રિન્ટિંગ માટે સ્ટાર સિરીઝ સિસ્ટમ અપનાવવામાં આવી હતી. સ્ટાર શ્રેણીની નોટો સામાન્ય ચલણી નોટો જેટલી જ કાયદેસર રીતે માન્ય છે. તેની નંબર પેનલમાં પ્રીફિક્સ અને નંબરની વચ્ચે સ્ટાર સિમ્બોલ પણ હોય છે.
ઓગસ્ટના બીજા સપ્તાહમાં એટલે કે 10 ઓગસ્ટ, 2023ના રોજ આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે. અને એવું માનવામાં આવે છે કે, આ બેઠકમાં આરબીઆઈએ તેના પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. એટલે કે, રેપો રેટ 6.50 ટકાના વર્તમાન સ્તર પર રાખવામાં આવી શકે છે. HSBCએ પણ પોતાના રિપોર્ટમાં આવું જ કહ્યું છે.