શોધખોળ કરો

શું બંધ થઇ જશે 2000 રૂપિયાની નોટ? RBIએ આપ્યો આ જવાબ

સ્ટેટ બેંકના સૂત્રોના જણાવ્યા મુજબ, આશરે એક વર્ષથી 2000 રૂપિયાની નોટ એસબીઆઈના ઉન્નાવ એટીએમમાં ભરવામાં આવતી નથી.

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝન દરમિયાન રોકડની વધુ જરૂર હોય છે. એવામાં તમામ મીડિયા રિપોર્ટમાં અહેવાલ આવી રહ્યો છે કે 2000 રૂપિયાની નોટ એટીએમમાંથી ધીરે-ધીરે હટાવવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, જેની શરૂઆત દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇએ કરી છે. વાસ્તવમાં છેલ્લા બે-ત્રણ દિવસથી એવા અહેવાલ આવી રહ્યા છે કે આરબીઆઇની નિર્દેશ પર એસબીઆઇના નાના શહેરો અને ગામડાઓમાં આવેલા એટીએમમાં 2000 રૂપિયાની નોટ રાખવાના સ્લોટ હટાવવામાં આવી રહ્યા છે. આ સ્લોટના સ્થાને બેન્ક 100, 200 અને 500 રૂપિયાનો સ્લોટ વધારી રહી છે. એક રિપોર્ટ અનુસાર, 100 અને 200 રૂપિયાની નાની નોટોને પ્રોત્સાહન આપવા બેંક દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.સ્ટેટ બેંકના સૂત્રોના જણાવ્યા મુજબ, આશરે એક વર્ષથી 2000 રૂપિયાની નોટ એસબીઆઈના ઉન્નાવ એટીએમમાં ભરવામાં આવતી નથી. નાની નોટોને રાખી શકાય તે માટે હવે એટીએમ મશીનોમાં લાગેલી 2000 રૂપિયાની નોટના કેસેટ બોક્સ પણ હટાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સમાં એમ  પણ કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય લોકોમાં અફવા ફેલાવવામાં ના આવે કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરી રહી છે એટલા માટે ધીરે-ધીરે એટીએમમાંથી હટાવવાની તૈયારી કરી રહી છે. આરબીઆઇના અધિકારીઓએ આ અહેવાલને ફગાવી દીધા હતા. તેમણે આ ખબરને અફવા ગણાવતા કહ્યું કે, 2000ની નોટ પર પ્રતિબંધ લગાવવાનો રિપોર્ટ એકદમ ખોટો છે. આરબીઆઇએ કોઇ બેન્કને આ પ્રકારના કોઇ આદેશ આપ્યા નથી. આરબીઆઇના મતે જો આ પ્રકારનો કોઇ આદેશ આપવામાં આવે તો છે તો આ સંબંધિત દસ્તાવેજ આરબીઆઇની વેબસાઇટ પણ પર અપલોડ કરાય છે. એટલા માટે આ પ્રકારની અફવાઓ પર લોકો ધ્યાન ના આપે. તમામ મીડિયા રિપોર્ટ્સને ફગાવતા આરબીઆઇના અધિકારીએ કહ્યું કે, 2000 રૂપિયાની નોટ ચલણમાં છે અને આગળ પણ રહેશે. કેટલી નોટ ચલણમાં છે જેની જાણકારી આરબીઆઇની વેબસાઇટ પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget