શોધખોળ કરો
Advertisement
રિલાયન્સે જાહેર કર્યા 2020-21 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો, રિટેલમાં શાનદાર રિકવરી, Jioમાં પણ નફો વધ્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ સેવાઓનો રેકોર્ડ નફો, ત્રીજા ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએ 8,942 કરોડ રહ્યો છે, જે પાછલા વર્ષ કરતા 48.4 ટકા વધારે છે.
નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નાણાકીય વર્ષ 2020-21 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. રિલાયન્સે તેના તમામ ધંધામાં શ્રેષ્ઠ વૃદ્ધિ નોંધાવી છે. ત્રિમાસિક ગાળા માટેનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો તેની સર્વાંગી ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે. પીએટી વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 24.9 ટકા વધીને રૂ.15,015 કરોડ (અપવાદરૂપ આવકને બાદ કરતા) સુધી પહોંચી ગઈ છે. કન્સોલિડેટેડ ત્રિમાસિક ઇબીઆઇટીડીએ 12.0% (ક્યૂ-ઓ-ક્યૂ) વધીને રૂ 26,094 કરોડ થયો.
ઇપીએસમાં 28.2% ની મજબુત અનુક્રમિક ઉછાળો જોવા મળ્યો. અસાધારણ આવકને બાદ કરતાં તે શેર દીઠ રૂ 20.5 નોંધાઇ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ સેવાઓનો રેકોર્ડ નફો, ત્રીજા ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએ 8,942 કરોડ રહ્યો છે, જે પાછલા વર્ષ કરતા 48.4 ટકા વધારે છે. રિલાયન્સ રિટેલે જબરદસ્ત રિકવરી કરી છે. ઇબીઆઇટીડીએ અગાઉના ત્રિમાસિક ગાળામાં 52.9 % વધીને 3,102 કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.
કોરોના રોગચાળાના મુશ્કેલ સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 50,000 નવી નોકરીઓ આપી હતી. આ ક્વાર્ટરમાં જિયો પ્લેટફોર્મ્સની આવક 22,858 કરોડ હતી, જેમાં એક્સેસ આવકનો સમાવેશ થાય છે, જે (ક્રમિક) 5.3 ટકા વધારે હતો. આ ક્વાર્ટરમાં જિયો પ્લેટફોર્મ્સ ઇબીઆઇટીડીએ 8,483 કરોડ છે, જે 6.4 ટકા વધારે છે. જિયો પ્લેટફોર્મનો ચોખ્ખો નફો 15.5% (ક્યૂ-ઓ-ક્યૂ) વધીને 3,489 કરોડ થયો છે.
Jio પ્લેટફોર્મ ડિજિટલ અને ટેલિકમ્યુનિકેશન સેવાઓ પ્રદાન કરે છે. અગાઉના ક્વાર્ટરમાં, જિયો પ્લેટફોર્મ્સએ 3,020 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ .22,858 કરોડ હતી. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં, જિયો પ્લેટફોર્મ્સના કુલ ગ્રાહકોનો આધાર કુલ 41 કરોડ હતો. કંપનીના માસિક સરેરાશ ગ્રાહક (એઆરપીયુ) ત્રિમાસિક ગાળા દરમિયાન 151 રૂપિયા હતા, જે જુલાઈ-સપ્ટેમ્બરના અગાઉના ત્રિમાસિક ગાળામાં 145 રૂપિયા હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement