શોધખોળ કરો
Advertisement
RILએ રચ્યો ઈતિહાસ, 9 લાખ કરોડ રૂપિયાની કંપની બની, જાણો વર્ષે કેટલો કરે છે નફો
રિલાયન્સની માર્કેટ કેપ 6 સરકારી કંપનીઓ બરાબર થઈ ગઈ છે.
મુંબઈ: માર્કેટ કૅપના હિસાબથી RIL એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં આવેલી તેજીને કારણે કંપનીનો માર્કેટ કૅપ 9 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવું કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે. નોંધનીય છે કે, ગયા વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ મૂકીને RIL દેશમાં સૌથી વધુ કમાણી નોંધાવનારી કંપની પણ બની ગઈ છે. પેટ્રોલિયમથી લઈને, રીટેઇલ અને ટેલીકૉમ જેવા વિભિન્ન સેક્ટરમાં ફેલાયેલી RILએ નાણાકીય વર્ષ 2018-19માં કુલ 6.23 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. બીજી તરફ, આઈઓસીએ 31 માર્ચ 2019ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષમાં 6.17 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. જ્યારે, RIL આઈઓસીથી બે ગણું કમાઈને દેશની સૌથી મોટી નફો કરનારી કંપની પણ છે.
ત્રિમાસિક પરિણામો આવતાં પહેલાં રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના શેર શુક્રવારે સવારના સત્રમાં વધારા સાથે બિઝનેસ કરતા દેખાયા અને બીએસઈમાં 2.28 ટકાની તેજી સાથે 1428 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગયા. આ તેનું આજ સુધીનું સૌથી હાઇએસ્ટ સ્તર છે. આ તેજીના કારણે કંપનીની માર્કેટ કેપ ઉછળીને 9,01,490.09 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. 12.31 વાગે કંપનીના શેર 1.96 ટકાના ઉછાળા સાથે 1423.45 રૂપિયા પ્રતિ શેરના ભાવે બિઝનેસ કરી રહ્યા છે. આ પહેલાં ઑગષ્ટ 2018માં આરઆઈએલ 5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપવાળી દેશની પહેલી કંપની બની હતી. ઉલ્લેખનિય છે કે, કંપનીઓની માર્કેટ કેપમાં શેર બજારની ચાલ અનુસાર વધ-ઘટ થાય છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીના માર્કેટ કેપમાં ઉછાળો આવ્યો છે. રિલાયન્સની માર્કેટ કેપ 6 સરકારી કંપનીઓ બરાબર થઈ ગઈ છે. નોંધનીય છે કે, દેશની SBIની માર્કેટ કેપ 2.4 લાખ કરોડ છે. બીજી તરફ, ONGCની 1.8 લાખ કરોડ, IOCની 1.4 લાખ કરોડ, NTPCની 1.2 લાખ કરોડ, પાવર ગ્રિડની 1 લાખ કરોડ અને BPCLની 1.1 લાખ કરોડ છે. જેથી આ તમામ કંપનીનો માર્કેટ કેપ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી ઓછો છે.
રિલાયન્સ 10 હજાર કરોડ રૂપિયાનો ત્રિમાસીક નફો કમાવનારી દેશની પહેલી પ્રાઇવેટ કંપની પણ છે. એને 2018ની ઓક્ટોબર ડિસેમ્બર ત્રિમાસીકમાં પહેલી વખત આટલો પ્રોફિટ થયો હતો. જાન્યુઆરીમાં ત્રિમાસીક પરિણામ જાહેર કર્યા બાદથી રિલાયન્સના શેરનું સારું પ્રદર્શન ચાલુ છે. આ વર્શે શેર 27% રિટર્ન આપી ચુક્યું છે. 31 ડિસેમ્બર 2018એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરની કિંમત બીએસઇ પર 1121 રૂપિયા હતી. શેર હવે 1428 રૂપિયા પર આવી ગયો. આ 52 સપ્તાહનો ઉચ્ચ સ્તર પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion