શોધખોળ કરો
રિલાયન્સની મોટી જાહેરાત, હવે રિલીઝ બાદર તરત જ ઘરે બેઠા જોઈ શકાશે ફિલ્મ
મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું કે, Jio GigaFiber માટે અત્યાર સુધી 5 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે.
![રિલાયન્સની મોટી જાહેરાત, હવે રિલીઝ બાદર તરત જ ઘરે બેઠા જોઈ શકાશે ફિલ્મ reliance jio agm jio gigafiber commercial launching announced રિલાયન્સની મોટી જાહેરાત, હવે રિલીઝ બાદર તરત જ ઘરે બેઠા જોઈ શકાશે ફિલ્મ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/12135830/reliance-jio-fiber.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે 42મી એજીએમ બેઠક મળી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જાણકારી આપી કે, અત્યાર સુધીમાં જીઓના યૂઝર્સની સંખ્યા 340 મિલિયનથી વધારે થઈ ગઈ છે. સાથે જ એ પણ જાણકારી આપી કે જિઓ કોઈપણ એક દેશમાં ઓપરેટ કરનારી બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની બની ગઈ છે. સાથે જ આ દરમિયાન જીઓ ગીગા ફાઈબરના પ્લાનને લઈને પણ જાણકારી આપી છે. ગ્રાહકોને 700 રૂપિયા પ્રતિ માસથી શરૂ થઈને 10,000 રૂપિયામાં બ્રોડબેન્ડ સેવાનો લાભ મળશે.
મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું કે, Jio GigaFiber માટે અત્યાર સુધી 5 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. તે અત્યાર સુધી 50 લાખ ઘરોમાં પહોંચી ચૂક્યું છે. 1 વર્ષમાં Jio GigaFiber સમગ્ર દેશમાં પહોંચશે. તેઓએ જણાવ્યું કે જિઓના પ્રીમિયમ ગ્રાહકોને એક ખાસ સુવિધા પણ મળશે એટલે કે હવે તેઓ રીલીઝના તરત જ ઘરે બેઠા પોતાની મનપસંદ ફિલ્મ જોઈ શકશે. કંપનીની આ સર્વિસને 2020ના મધ્યમાં લોન્ચ કરવાની યોજના છે.
એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ જાણકારી આપી કે હોમ બ્રોડબેન્ડ સર્વિસ જિઓ ગીગા ફાઈબરની સાથે ગ્રાહકોને 1GBPS સુધી બ્રોડબેન્ડ સ્પીડ, લેન્ડલાઈન ફોન, અલ્ટ્રા હાઈ ડેફિનેશન એન્ટરટેનમેન્ટ, વર્ચુઅલ રિયાલિટી કન્ટેન્ટ, મલ્ટી-પાર્ટી વીડિયો કોન્ફરન્સિંગ, વોયસ અનેબ્લ્ડ વર્ચુઅલ અસિસ્ટન્ટ, ઇન્ટરેક્ટિવ ગેમિંગ, હોમ સિક્યોરિટી અને સ્માર્ટ હોમ સોલ્યૂશન્સ મળશે.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિઓના ત્રણ વર્ષ પૂરા થવા પર 5 સપ્ટેમ્બર 2019થી જિઓ ગીગા ફાઈબરની કોમર્શિયલ સેવાઓ સમગ્ર દેશમાં ઉપલબ્ધ હશે. તેમણે જણાવ્યું કે, જિઓ ગીગા ફાઈબરની ઓછામાં ઓછી સ્પીડ 100 એમબીપીએસ હશે જે 1 જીબીપીએસ સુધી જશે. તેના માટે ગ્રાહકોએ 700 રૂપિયાથી લઈને 10000 હજાર રૂપિયા પ્રતિમાસ ખર્ચ કરવો પડશે. આ ખર્ચ પ્લાન પર ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે, જિઓ ગીગા ફાઈબર પર વોયસ કોલ સંપૂર્ણ રીતે ફ્રી હશે અને ગ્રાહકોએ માત્ર ડેટા માટે જ ચૂકવણી કરવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)