શોધખોળ કરો
Advertisement
રીલાયન્સ જીઓએ 5000 કર્મચારીઓને છૂટા કર્યા હોવાના અહેવાલ, જાણો શું છે કારણ?
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અંદાજે 5,000 લોકોની છટણી કરવામાં આવી છે. તેમાં અંદાજે 600 કાયમી કર્મચારી પણ સામેલ છે.
મુંબઈઃ રિલાયન્સ જિઓ ઇન્ફોકોમે ખર્ચ ઘટાડવા અને ઓપરેટિંગ માર્જિનમાં સુધારો લાવવા માટે પોતાના કર્મચારીઓની મોટાપાયે છટણી શરૂ કરી છે. જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો નોંધાયો હતો. જિઓએ કોન્ટ્રાક્ટ પર રહેલ કર્મચારીઓની સાથે કેટલાક કાયમી સ્ટાફની પણ છટણી કરી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કંપનીએ કન્ઝ્યૂમર સાથે જોડાયેલ ફેંક્શન્સની સાથે સપ્લાય ચેન, હ્યૂમન રિસોર્સીસ, ફાઈનાન્સ, એડમિનિસ્ટ્રેશન અને નેટવર્ક જેવા એરિયામાં કર્મચારીઓની છટણી કરી છે.
ઇકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, જિઓના પ્રવક્તાએ કહ્યું કે, અમે કન્ઝ્યૂમર બિઝનેસ વધારી રહ્યા છીએ અને જિઓ ઇન્ડસ્ટ્રીઝમાં નેટ રિક્રૂટર છે. અમે કોન્ટ્રાક્ટર્સની સાથે પણ કામ કરી રહ્યા છીએ જે અમારા જુદા જુદા પ્રોજેક્ટ્સ માટે નક્કી સમયે કોન્ટ્રાક્ટ પર સ્ટાફની નિમણૂ કરી શકે છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અંદાજે 5,000 લોકોની છટણી કરવામાં આવી છે. તેમાં અંદાજે 600 કાયમી કર્મચારી પણ સામેલ છે. બાકીનો સ્ટાફ કોન્ટ્રાપ્ક્ટ પર હતો. પરંતુ તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.
સૂત્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર, તેની મોટી અસર કસ્ટમર્સ મેળવનાર સેગમેન્ટ પર પડશે. મેનપાવરને સંતુલિત કરવાનો પ્રયત્ન એક ક્વાર્ટર પહેલા જ શરૂ થઈ ગઈ હતી. કંપની કોસ્ટમાં ઘટાડો કરવાનું ચાલુ રાખી શકે છે. એક અન્ય સૂત્રએ જણાવ્યું કે, મેનેજરોની ટીમની સાઈઝ ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. એડમિનિસ્ટ્રેશન, સપ્લાઈ ચેન, ફાઈનાન્સ અને હ્યુમન રિસોર્સીસ પર અસર પડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement