શોધખોળ કરો
Jioએ ફરી કરી મોટી જાહેરાત, હવે આ યૂઝર્સે નહીં આપવો પડે નોન જિયો કૉલિંગ પર ચાર્જ
રિલાયન્સ જીયોએ પોતાના ગ્રાહકો પાસેથી નોન જિયો કૉલિંગ પર ચાર્જ લેવાની જાહેરાત કરી દીધી છે. આ પ્લાન મુજબ અન્ય મોબાઇલ નેટવર્કમાં કૉલ કરવા માટે રૂપિયા 10થી લઈને 100 સુધીના વાઉચર બહાર પાડવામાં આવ્યા છે.
નવી દિલ્હી: રિલાયન્સ જીયોએ પોતાના ગ્રાહકો પાસેથી નોન જિયો કૉલિંગ પર ચાર્જ લેવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ જિયો યૂઝર્સ કન્ફ્યૂઝ હતા કે આ ક્યારથી લાગુ થશે અને તાજેતરમાં જ રિચાર્જ કરાવ્યું હોય એ યુઝર્સે શું અલગથી રિચાર્જ કરાવવું પડશે. તેને લઈ રિલાયન્સ જિયોએ એક નિવેદન આપ્યું છે.
રિલાયન્સ જિયોએ કહ્યું કે “જે કસ્ટમર્સે 9 ઓક્ટોબર પહેલા પોતાના નંબર પર રિચાર્જ કરાવ્યું હતું તેઓ નોન જિયો યૂર્ઝસને પણ ફ્રી કૉલ કરી શકશે. પરંતુ જ્યારે આ પ્લાન પૂરો થશે ત્યારે યૂઝર્સે નોન જિયો કોલિંગ માટે પૈસા આપવા પડશે.”
કૉલ ટર્મિનેશન ચાર્જ સાથે જોડાયેલા નિયમોની અનિશ્ચિતતાનાં કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયોએ બુધવારનાં જાહેરાત કરી હતી કે તેઓ કસ્ટમર્સ પાસેથી કૉલિંગનાં પૈસા લેશે. જિયો યૂઝર્સને જિયો ઉપરાંત બાકીનાં નેટવર્ક પર કરવામાં આવતો વોઇસ કૉલ માટે 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લાગશે. કંપનીએ આ જાહેરાત કર્યા બાદ નવા IUC ટૉપ-અપ વાઉચર પ્લાન પણ જાહેર કર્યા છે. આ પ્લાન મુજબ અન્ય મોબાઇલ નેટવર્કમાં કૉલ કરવા માટે રૂપિયા 10થી લઈને 100 સુધીના વાઉચર બહાર પાડવામાં આવ્યા છે. JIO યુઝર્સ પાસેથી કોલ કરવા પર વસૂલશે ચાર્જ, છતાં ગ્રાહકો પર અસર નહીં પડે, જાણો કેમ આ છે Jioના નવા IUC TOP-UP પ્લાન, જાણો કેટલી મિનિટ મળશે ફ્રીમાંAn important update for all Jio users. pic.twitter.com/TR04y92wmC
— Reliance Jio (@reliancejio) October 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
દેશ
દેશ
Advertisement