શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
RILએ 11,640 કરોડ રૂપિયાનો નફો કર્યો, જિયોનો નફો 63 ટકા વધ્યો
આ સાથે જ રિલાયન્સની ટેલિકોમ કંપની જિયોનો નફો લગભગ 63 ટકા વધ્યો છે
નવી દિલ્હીઃ માર્કેટ વેલ્યૂના આધારે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝે ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 11,640 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. આ સાથે જ રિલાયન્સની ટેલિકોમ કંપની જિયોનો નફો લગભગ 63 ટકા વધ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના કહેવા પ્રમાણે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝનો ચોખ્ખો નફો ડિસેમ્બર 2019ના રોજ ખત્મ ત્રિમાસિક ગાળામાં 13.5 ટકા વધીને 11,640 કરોડ રૂપિયા રહ્યો છે. વર્ષ 2018-19ની આ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ નફો 10,251 કરોડ રૂપિયા હતો. જ્યારે કંપનીની આવકની વાત કરીએ તો જેમાં ઘટાડો થયો છે.
આ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 1.4 ટકા ઘટીને 168,858 કરોડ રૂપિયા રહી હતી. આ દરમિયાન રિલાયન્સની ટેલિકોમ કંપની જિયોનો નેટ નફો 1350 કરોડ રૂપિયા રહ્યો. કંપનીના મતે જિયોએ આ અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 831 કરોડ રૂપિયા નેટ નફઓ કર્યો હતો. રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યાની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2019માં પૂર્ણ થયેલી ત્રિમાસિક ગાળામાં વાર્ષિકના આધાર પર 32.1 ટકા વધીને 37 કરોડ રૂપિયા પહોંચી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion