Ruchi Soya FPO List: રુચિ સોયાના એફપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ, જાણો કેટલા પર ખૂલ્યો
Ruchi Soya FPO List: : પતંજલિ પ્રમોટેડ બ્રાન્ડ રુચિ સોયાના FPO ના શેર આજે લિસ્ટ થયો.
Ruchi Soya Price: પતંજલિ પ્રમોટેડ બ્રાન્ડ રુચિ સોયાના FPO ના શેર આજે લિસ્ટ થયો. તેના શેર 31 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 850 પર લિસ્ટ થયો છે. રુચિ સોયાના એફપીઓની પ્રાઇસબેંડ 615-650 રૂપિયા હતી. અપર પ્રાઇસ બેંડના હિસાબે રોકાણકારોએ 13650 રૂપિયા રોકવા પડ્યા હતા. શેરનું લિસ્ટિંગ થતાંની સાથે જ રોકાણકારોને 4000 રૂપિયાથી વધુનો નફો થયો છે. યોગ ગુરુ બાબા રામદેવે બેલ વગાડીને શેરની શેરબજારમાં એન્ટ્રી કરાવી હતી.
પૈસા ક્યાં વાપરવામાં આવશે?
કંપનીએ FPO લાવવા માટે ગયા વર્ષે ઓગસ્ટમાં મૂડી બજારના નિયમનકાર સેબીની મંજૂરી લીધી હતી. રુચિ સોનાએ જૂન 2021માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હતો. DRHP મુજબ, રુચિ સોયા ઇશ્યુની આવકનો ઉપયોગ ચોક્કસ બાકી દેવું ચૂકવવા, તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓને પૂર્ણ કરવા માટે કરશે.
Mumbai | Ruchi Soya Industries Limited FPO shares hit the market. Visuals from Bombay Stock Exchange where Yog Guru Ramdev, Acharya Balkrishna and others are present at the FPO listing ceremony. pic.twitter.com/QJxhicvcMu
— ANI (@ANI) April 8, 2022
પતંજલિએ 2019માં હસ્તગત કરી હતી
તમને જણાવી દઈએ કે પતંજલિએ 2019માં રૂચી સોયાને નાદારી પ્રક્રિયા દ્વારા રૂ. 4,350 કરોડમાં હસ્તગત કરી હતી. કંપનીના પ્રમોટરો હાલમાં લગભગ 99 ટકા હિસ્સો ધરાવે છે. FPOના આ રાઉન્ડમાં કંપનીએ ઓછામાં ઓછો નવ ટકા હિસ્સો વેચવો પડશે.
#WATCH | Mumbai: Ruchi Soya Industries Limited FPO shares hit the market. Visuals from Bombay Stock Exchange where Yog Guru Ramdev, Acharya Balkrishna and others are present at the FPO listing ceremony. pic.twitter.com/Ta3Czp6bVf
— ANI (@ANI) April 8, 2022
પતંજલિનો હિસ્સો ઘટશે
બાબા રામદેવની કંપની પતંજલિ રૂચી સોયામાં 98.9% હિસ્સો ધરાવે છે. આ ઈસ્યુ પછી રૂચી સોયામાં પતંજલિની શેરહોલ્ડિંગ ઘટીને 81% થઈ જશે. સેબીના લઘુત્તમ શેરહોલ્ડિંગ નિયમને પહોંચી વળવા પતંજલિએ તેનું શેરહોલ્ડિંગ ઘટાડીને 75% સુધી લાવવાની જરૂર છે.