શોધખોળ કરો
Advertisement
SBI ગ્રાહકો માટે જાન્યુઆરીથી બદલશે ATMમાંથી રોકડ ઉપાડની સિસ્ટમ, જાણો વિગતે
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકો માટે એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે.
નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકો માટે એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ નિયમ એક જાન્યુઆરી 2020થી લાગુ થશે. દેશની સૌથી મોટી બેન્કના ગ્રાહકોએ હવે રાત્રે એટીએમમાંથી રોકડ ઉપાડતા સમયે એકાઉન્ટ સાથે જોડેલો મોબાઈલ સાથે રાખવો પડશે.
બેન્ક રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધુ નાણાં ઉપાડો તો ઓટીપી આધારિત સિસ્ટમ લાગુ કરી રહી છે. બેન્કે કહ્યું કે ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે. નવી સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી લાગુ પડશે.
બીજી બેન્કના એટીએમમાંથી જો રોકડ ઉપાડવામાં આવશે તો આ સિસ્ટમ લાગુ પડશે નહીં. એસબીઆઈના ગ્રાહકોએ એટીએમના ઉપાડ સમયે પોતાનો મોબાઈલ સાથે રાખવો પડશે. ટ્રાન્ઝેક્શન દરમિયાન ખાતા સાથે જોડાયેલો મોબાઈલ નંબર બેન્ક તરફથી વન-ટાઈમ પાસવર્ડ તરીકે મોકલાશે. એટીએમમાં પાસવર્ડ સાથે આ ઓટીપી નંબર પણ એન્ટર કરવાનો રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion