શોધખોળ કરો

કાલે શેરબજાર પડશે કે ઉંચકાશે? સેબીએ હિન્ડનબર્ગ રિપોર્ટ મુદ્દે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે

SEBI: સેબીએ કહ્યું કે ચેરપર્સન માધવી પુરી બુચે હિતોના સંઘર્ષ સંબંધિત તમામ નિયમોનું પાલન કર્યું છે. તેમણે તમામ જરૂરી માહિતી સેબીને પૂરી પાડી છે.

Hindenburg Research Report: માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ હિન્ડનબર્ગની રિપોર્ટને નકારતા રોકાણકારોને સલાહ આપી છે કે તેઓ બિલકુલ ગભરાય નહીં. તેમણે હિન્ડનબર્ગ રિપોર્ટ (Hindenburg Report)ના ભ્રમમાં આવવાની જરૂર નથી. સેબીએ સોમવારે માર્કેટ ખુલવા પહેલા જારી કરેલા નિવેદનમાં રવિવારે કહ્યું હતું કે ચેરપર્સન માધાબી પુરી બુચ (Madhabi Puri Buch) સમયાંતરે તમામ જરૂરી માહિતી આપતા રહ્યા છે. તેમણે ચેરપર્સન બનતા પહેલા જ સંભવિત હિતોના સંઘર્ષ સંબંધિત મામલાઓથી પોતાને અલગ કરી લીધા હતા.

અદાણી ગ્રુપ વિરુદ્ધ 23 તપાસ પૂર્ણ થઈ, કંઈ મળ્યું નહીં

સેબીએ કહ્યું કે અમે ગયા વર્ષે અદાણી ગ્રુપ (Adani Group) વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો બાદ 24માંથી 23 તપાસ પૂર્ણ કરી લીધી છે. આમાં અગાઉની રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો સાબિત થયા નથી. હવે બ્લેકસ્ટોન અંગે લગાવવામાં આવી રહેલા આરોપો પણ ખોટા છે. સેબીએ રોકાણકારોને કહ્યું કે તેમણે આવી રિપોર્ટો અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે હિન્ડનબર્ગ રિપોર્ટના ડિસ્ક્લેમરને પણ વાંચવું જોઈએ. સેબીએ હિતોના સંઘર્ષ સંબંધિત મુદ્દાઓ પર સંપૂર્ણ માળખું તૈયાર કર્યું છે. આમાં સિક્યોરિટીઝની હોલ્ડિંગ અને ટ્રાન્સફરની માહિતી આપવી પડે છે. સેબી ચીફે આ તમામ નિયમોનું પાલન કર્યું છે.

12 હજાર પાનાના 300થી વધુ દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા

સેબીએ અગાઉની રિપોર્ટ બાદ શરૂ કરવામાં આવેલી તપાસો વિશે જણાવતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ તેના આદેશમાં સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. માત્ર એક તપાસ હજુ પણ ચાલુ છે, જે જલ્દી પૂર્ણ થઈ જશે. અમે 100થી વધુ સમન્સ જારી કર્યા હતા. સાથે જ 1,100 પત્રો અને ઈમેલ પણ મોકલ્યા હતા. આ ઉપરાંત 100 વખતથી વધુ ઘરેલુ અને વિદેશી રેગ્યુલેટર્સ અને એજન્સીઓ પાસેથી આ મુદ્દે મદદ માંગી હતી. સાથે જ અગાઉના આરોપોની તપાસ માટે 12 હજાર પાનાના 300થી વધુ દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, અદાણી જૂથને નિશાન બનાવનાર હિંડેનબર્ગે આ વખતે બજાર નિયામક સેબી પર સીધો હુમલો કર્યો છે. હિંડનબર્ગે રિપોર્ટમાં જણાવાયું છે કે સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે. આ જ કારણ છે કે તેઓએ 18 મહિનામાં પણ અદાણી ગ્રુપ સામે કાર્યવાહી કરી નથી. હિંડનબર્ગ રિસર્ચે સવારે સોશિયલ મીડિયા X પર આ ઘટસ્ફોટની જાહેરાત કરી હતી. છેવટે, ફરી એકવાર અદાણી ગ્રુપ હિંડનબર્ગના નિશાના પર છે. ગુપ્ત દસ્તાવેજોને ટાંકીને હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું છે કે અદાણી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં સેબીના અધ્યક્ષનો હિસ્સો હતો. એબીપી ન્યૂઝ એ દસ્તાવેજોની પુષ્ટિ કરતું નથી કે જેના આધારે હિંડનબર્ગે સેબી અધ્યક્ષ પર આ આરોપો મૂક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!Police Bharti | પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાતGujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Embed widget