IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી
સેબીએ પાંચ કંપનીઓને IPO લાવવા માટે મંજૂરી આપી છે, જેમાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ, TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ, લેન્ડમાર્ક કાર્સ, બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ અને કિડ્સ ક્લિનિક ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
IPO Market: ભારતીય પ્રાઇમરી માર્કેટ ઈતિહાસમાં LICનો સૌથી મોટો IPO બંધ થઈ ગયો છે. પરંતુ આવનારા દિવસોમાં બજારમાં ઘણા IPO (ઈન્શિયલ પબ્લિક ઑફરિંગ) દસ્તક આપવા જઈ રહ્યા છે. શેરબજારના નિયમનકાર સેબી (સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ ઘણી કંપનીઓને આઈપીઓ લાવવાની મંજૂરી આપી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા બજારમાંથી મૂડી એકત્ર કરવા જઈ રહી છે.
5 કંપનીઓને IPO લાવવાની મંજૂરી
સેબીએ પાંચ કંપનીઓને IPO લાવવા માટે મંજૂરી આપી છે, જેમાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ, TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ, લેન્ડમાર્ક કાર્સ, બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ અને કિડ્સ ક્લિનિક ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
આધાર હાઉસિંગ ફાઇનાન્સનો IPO રૂ. 7,300 કરોડનો છે
બ્લેકસ્ટોન સમર્થિત આધાર હાઉસિંગ IPO દ્વારા રૂ. 7,300 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે. TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ IPO હેઠળ રૂ. 2,000 કરોડનો નવો ઈશ્યુ અને 5.95 કરોડ શેરના વેચાણ માટે ઓફર કરવાની યોજના ધરાવે છે. ઓટોમોબાઈલ ડીલરશીપ ચેઈન લેન્ડમાર્ક કાર્સ પાસે રૂ. 762 કરોડનો આઈપીઓ હશે. કિડ્સ ક્લિનિક ઈન્ડિયા રૂ. 300 કરોડ સુધીનો નવો ઈશ્યુ લાવી શકે છે અને IPO હેઠળ 1,32,93,514 ઈક્વિટી શેરના વેચાણ માટે ઓફર કરી શકે છે. બિકાજી ઈન્ટરનેશનલ પબ્લિક ઈસ્યુ દ્વારા રૂ. 1,000 કરોડ એકત્ર કરી શકે છે. તમામ પાંચ કંપનીઓના ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.
દેશનો સૌથી મોટો IPO 2.95 ગણો ભરાયો
LIC IPO સબસ્ક્રિપ્શનના છેલ્લા દિવસે તેને લગભગ 2.95 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આ રીતે સરકારે લગભગ 21000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. LICના IPO હેઠળ 16,20,78,067 શેર ઓફર કરવામાં આવ્યા હતા. સાંજે 7 વાગ્યા સુધીના શેરબજારો પર ઉપલબ્ધ ડેટા અનુસાર, રોકાણકારો દ્વારા આ શેર્સ માટે 47,83,25,760 બિડ કરવામાં આવી હતી.
સરકારે આ મુદ્દા દ્વારા LICમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. આ હિસ્સાના વેચાણથી સરકારને આશરે રૂ. 20,557 કરોડ મળવાની અપેક્ષા હતી. આ રકમ સાથે એલઆઈસીનો ઈશ્યુ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થયો છે. આ પહેલા 2021માં આવેલ Paytmનો IPO 18,300 કરોડ રૂપિયાનો હતો. તે પહેલા વર્ષ 2010માં કોલ ઈન્ડિયાનો આઈપીઓ લગભગ 15,500 કરોડ રૂપિયાનો હતો.