IPO: તમે રોકાણની તક શોધી રહ્યા છો? રૂપિયા તૈયાર રાખજો, ટાટાની આ કંપનીના IPOને સેબીએ આપી મંજૂરી
ટાટા ગ્રુપ 19 વર્ષ પહેલા 2004માં આઈટી સેક્ટરની સૌથી મોટી કંપની ટીસીએસનો આઈપીઓ લાવ્યું હતું.
![IPO: તમે રોકાણની તક શોધી રહ્યા છો? રૂપિયા તૈયાર રાખજો, ટાટાની આ કંપનીના IPOને સેબીએ આપી મંજૂરી SEBI approves Tata Tech IPO, the first public issue from the group in 20 years IPO: તમે રોકાણની તક શોધી રહ્યા છો? રૂપિયા તૈયાર રાખજો, ટાટાની આ કંપનીના IPOને સેબીએ આપી મંજૂરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/166c8adede8531917f5bae282994964b1686411273563685_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tata Technologies IPO: શેરબજારના નિયમનકાર સેબીએ ટાટા ટેક્નોલોજીસને IPO લાવવાની મંજૂરી આપી છે. સેબીની મંજૂરીથી બે દાયકા પછી પ્રથમ વખત ટાટા જૂથની કંપની માટે IPO લાવવાનો માર્ગ મોકળો તૈયાર થઇ ગયો છે. ટાટા ટેક્નોલોજીસે માર્ચ 2023માં IPO લાવવા માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર દાખલ કર્યું હતું.
ટાટા ટેક્નોલોજીસના આઈપીઓમાં તમામ શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે. એટલે કે હાલના રોકાણકારો IPOમાં 9.57 કરોડ શેર વેચશે, જે 23.60 ટકા હિસ્સાની બરાબર છે. ટાટા ટેક્નોલોજીસ આઈપીઓ લોન્ચ કરશે. ટાટા ગ્રુપ 19 વર્ષ પહેલા 2004માં આઈટી સેક્ટરની સૌથી મોટી કંપની ટીસીએસનો આઈપીઓ લાવ્યું હતું.
9.57 કરોડ શેર વેચશે
તે ટાટા મોટર્સની પેટાકંપની છે. ડ્રાફ્ટ પેપર અનુસાર, કંપની આ IPO દ્વારા લગભગ 9.57 કરોડ શેર વેચશે. તેમાંથી ટાટા મોટર્સ તેના રૂ. 8.11 કરોડના શેરનું વેચાણ કરશે. બાકીના શેરોમાં આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 97.2 લાખ શેરનું વેચાણ કરશે અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 1 તેના હોલ્ડિંગમાંથી 48.6 લાખ શેરનું વેચાણ કરશે.
IPO વર્ષ 2004માં આવ્યો હતો
અગાઉ ટાટા ગ્રુપની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નો IPO વર્ષ 2004માં આવ્યો હતો. આજે TCS દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે. Tata Technologies ડિજિટલ, એન્જિનિયરિંગ અને ટેક્નિકલ સર્વિસ સેક્ટરમાં વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક છે. આ IT સ્ટોકે રોકાણકારોને સારુ વળતર આપ્યું છે. આ કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 11.7 લાખ કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ટાટા મોટર્સે IPO મારફતે ટાટા ટેક્નોલોજીસમાં આંશિક રીતે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી.
Tata Technologies IPOના લીડ બુક JM Financial Ltd, BofA Securities અને Citigroup Global Markets India હશે. કંપનીએ માત્ર તેના IPO પેપર્સ સેબીમાં ફાઇલ કર્યા હતા. જો કે, IPO દ્વારા કેટલું ભંડોળ એકત્ર કરવામાં આવશે અને IPOની પ્રાઇસ બેન્ડ શું હશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
Tata Technologiesની શરૂઆત 33 વર્ષ પહેલા થઈ હતી. Tata Technologies પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સેવાઓના વ્યવસાયમાં રોકાયેલી છે. કંપની ઓટોમોટિવ, ઔદ્યોગિક હેવી મશીનરી અને એરોસ્પેસ ક્ષેત્રોને પણ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત કંપની મોટાભાગે બિઝનેસ માટે TATA ગ્રુપ પર નિર્ભર છે, જેમાં ખાસ કરીને ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર કંપની સામેલ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)