Sula Vineyards IPO: સેબીએ આપી Sula Vineyards ના આઈપીઓને મંજૂરી, જાણો શું બનાવે છે કંપની
IPO Update : સુલા વાઈનયાર્ડ્સ ઓફર ફોર સેલ દ્વારા રૂ. 2ના ઈક્વિટી શેર સાથે 25,546,186 ઈક્વિટી શેર ઈશ્યુ કરશે.
Sula Vineyards IPO: સ્થાનિક વાઈન ઉત્પાદક સુલા વાઈનયાર્ડ્સનો આઈપીઓ બહાર આવવાનો છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ કંપનીને આઈપીઓ (ઈન્શિયલ પબ્લિક ઑફરિંગ) લાવવાની મંજૂરી આપી છે. કંપનીએ આ વર્ષે જુલાઈમાં આઈપીઓ લાવવા માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર (DRHP) ફાઈલ કર્યું હતું.
કેટલા ઈક્વિટી શેર કરશે ઈશ્યૂ
સુલા વાઈનયાર્ડ્સ ઓફર ફોર સેલ દ્વારા રૂ. 2ના ઈક્વિટી શેર સાથે 25,546,186 ઈક્વિટી શેર ઈશ્યુ કરશે. સેલ ફોર ઓફરનો અર્થ એ છે કે કંપનીના પ્રમોટર્સ અને રોકાણકારો તેમનો હિસ્સો IPO દ્વારા વેચશે. કોટક મહિન્દ્રા કેપિટલ, CLSA ઇન્ડિયા અને IIFL સિક્યોરિટીઝ IPOના બુક રનિંગ લીડ મેનેજર છે જ્યારે KFin Technologies IPOના રજિસ્ટ્રન્ટ છે. સુલા વાઇનયાર્ડ્સના શેર BSE અને NSE પર લિસ્ટ થશે.
કંપનીના કેટલા અને કઈ જગ્યાએ છે પ્લાન્ટ
2021-22માં સુલા વાઇનયાર્ડ્સની આવક રૂ. 453.92 કરોડ હતી જ્યારે કંપનીનો નફો રૂ. 52.14 કરોડ હતો. તે જ સમયે, 2020-21માં કંપનીની આવક 417.96 કરોડ રૂપિયા હતી જ્યારે 3.01 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીની સ્થાપના 1996માં થઈ હતી. સુલા વાઇનયાર્ડ્સ 13 બ્રાન્ડ નામો હેઠળ 56 પ્રકારની લેબલવાળી વાઇનનું ઉત્પાદન કરે છે. આ કંપની વાઇન માર્કેટની દિગ્ગજ કંપનીઓમાંની એક છે. કંપની પાસે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચાર પોતાના અને બે લીઝ પરના પ્લાન્ટ છે. કંપનીના બે વાઈન રિસોર્ટ પણ નાસિકમાં છે.
સાહ પોલિમર્સને પણ આઈપીઓ લાવવાની મંજૂરી
સેબીએ પણ સાહ પોલિમર્સને IPO લાવવાની મંજૂરી આપી છે. કંપનીએ એપ્રિલ 2022માં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યું હતું. કંપની IPOમાં 1,02,00,000 ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જે સંપૂર્ણપણે નવો ઇશ્યૂ હશે. આઈપીઓમાંથી એકત્ર થયેલા નાણાંથી કંપની દેવું ચૂકવવાની સાથે નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે.