Black Monday: 10 સેકન્ડમાં 19 લાખ કરોડ રૂપિયા સ્વાહા, સેન્સેક્સ અને નિફ્ટીમાં પાંચ ટકાનો ઘટાડો
અમેરિકાના ટેરિફને કારણે વિશ્વભરના શેરબજારોમાં ખળભળાટ મચી ગયો છે. તેની અસર ભારત પર પણ પડી છે

Sensex-Nifty Crashed: અમેરિકાના ટેરિફને કારણે વિશ્વભરના શેરબજારોમાં ખળભળાટ મચી ગયો છે. તેની અસર ભારત પર પણ પડી છે અને ચારે બાજુ વેચવાલીનો માહોલ છે. જો આપણે ક્ષેત્રવાર વાત કરીએ તો દરેક ક્ષેત્રનો નિફ્ટી ઇન્ડેક્સ લાલ રંગમાં છે. ઘરેલુ ઇક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં 50 ટકાનો ઘટાડો થયો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે વેચવાલીનું દબાણ છે. ઓવરઓલ વાત કરીએ તો બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 19.39 લાખ કરોડ રૂપિયા ઘટી ગયા હતા એટલે કે રોકાણકારોની સંપત્તિ જ માર્કેટ ખુલતા જ 19.39 લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ હતી.
બીએસઇ સેન્સેક્સ હાલમાં 3379.19 પોઇન્ટ્સ એટલે કે 4.48 ટકાના ભારે ઘટાડા સાથે 72633.63 અને નિફ્ટી 50 1056.05 પોઇન્ટ્સ એટલે કે 4.61 ટકાના ઘટાડા સાથે 21848.40 પર છે. અગાઉ શુક્રવારે બીએસઇ ઈન્ડેક્સ 930.67 ટકા એટલે કે 1.22 ટકાના ઘટાડા સાથએ 75364.69 તો નિફ્ટી 50 પણ 1.49 ટકા એટલે કે 345.65 પોઇન્ટ્સના ઘટાડા સાથે 22904.45 પર બંધ થયો હતો.
રોકાણકારોની સંપત્તિમાં 19.39 લાખ કરોડનો ઘટાડો
ચાર એપ્રિલ 2025ના રોજ બીએસઇ પર લિસ્ટેડ તમામ શેરની કુલ માર્કેટ કેપ 4,03,34,886.46 કરોડ રૂપિયા હતી. આજે એટલે કે સાત એપ્રિલના રોજ માર્કેટ ખુલતાની સાથે જ 3,83,95,173.56 કરોડ રૂપિયા પર આવી ગઇ હતી. એનો અર્થ એ થયો કે રોકાણકારોની સંપત્તિ 19,39,712.9 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. ત્રણ એપ્રિલના બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ 4,13,33,265.92 કરોડ રૂપિયા હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની વિશ્વભરના બજારો પર મોટી અસર પડી રહી છે. સોમવારે એશિયન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ જાપાનના નિક્કીમાં 225 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. એક કલાક પછી તે 7.1 ટકા ઘટીને 31,375.71 પર બંધ થયો હતો.
દક્ષિણ કોરિયાનો કોસ્પી 5.5 ટકા ઘટીને 2,328.52 પર બંધ રહ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ 6.3 ટકા ઘટીને 7,184.70 પર બંધ રહ્યો હતો. હોંગકોંગ શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 9 ટકાથી વધુ ઘટ્યો હતો. શુક્રવારે યુએસ નાસ્ડેક 6 ટકાના ઘટાડા સાથે બંધ થયો. એવો અંદાજ છે કે જો આ ઘટાડો ભારતીય શેરબજારમાં થયો હોત તો સીધો 1400 પોઈન્ટનો ઘટાડો થયો હોત.





















