શોધખોળ કરો

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

માત્ર એક જ દિવસમાં રોકાણકારોના 7.89 લાખ કરોડ રૂપિયા સ્વાહા, નિફ્ટી પણ 23900 ની નીચે ગબડ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા-ઈરાન તણાવે ભારતીય શેરબજારમાં ભારે અંધાધૂંધી સર્જી.
  • સેન્સેક્સ ૧૬૭૭, નિફ્ટી ૫૧૬ પોઈન્ટ ગગડીને બંધ થયા.
  • રોકાણકારોના ₹૭.૮૯ લાખ કરોડનું ધોવાણ, તમામ ક્ષેત્રો લાલ.

Share Market Crash: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ સમાપ્ત કરવાની જાહેરાત બાદ આજે ભારતીય શેરબજારમાં ભારે અંધાધૂંધી જોવા મળી હતી. સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના એક દિવસ પહેલા જ બજારમાં મોટો કડાકો બોલી ગયો છે. આ ગ્લોબલ ટેન્શનની સીધી અસર સ્થાનિક માર્કેટ પર પડી હતી, જેના કારણે રોકાણકારોની કરોડો રૂપિયાની સંપત્તિ ધોવાઈ ગઈ છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો

આજે બજાર ખુલતાની સાથે જ ચારેતરફ વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગ સેશનના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો ઈન્ડેક્સ સેન્સેક્સ 1677.12 પોઈન્ટ (2.15%) ના જંગી ઘટાડા સાથે 76,503.60 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે કારોબારમાં સેન્સેક્સ એક સમયે 1921.69 પોઈન્ટ સુધી ગગડીને 76,259.03 ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 516.65 પોઈન્ટ (2.12%) તૂટીને 23,882.04 ના સ્તરે બંધ થયો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 593.55 પોઈન્ટનો ગોથું ખાઈને 23,805.20 સુધી સરકી ગયો હતો.

રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો

શેરબજારમાં આવેલા આ ભૂકંપને કારણે રોકાણકારોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ગઈકાલે, એટલે કે 7 જુલાઈ 2026 ના રોજ BSE લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,79,67,747.45 કરોડ રૂપિયા હતું, જે આજે 8 જુલાઈના રોજ ઘટીને 4,71,78,619.13 કરોડ રૂપિયા થઈ ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો, માત્ર એક જ દિવસના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાંથી 7,89,128.32 કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.

બધા જ સેક્ટરમાં વેચવાલીનું દબાણ

માર્કેટની હાલત એટલી ખરાબ હતી કે સેન્સેક્સમાં લિસ્ટેડ 30 માંથી એક પણ શેર આજે ગ્રીન ઝોનમાં બંધ થઈ શક્યો ન હતો. ઈન્ડિગો, મારુતિ અને HUL (હિન્દુસ્તાન યુનિલિવર) જેવા દિગ્ગજ શેરોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સેક્ટર પ્રમાણે જોઈએ તો, નિફ્ટીના તમામ ઈન્ડેક્સ આજે લાલ નિશાનમાં બંધ રહ્યા હતા.

ખાસ કરીને બેન્કિંગ અને FMCG સેક્ટરે બજાર પર સૌથી વધુ દબાણ ઊભું કર્યું હતું. નિફ્ટી PSU અને પ્રાઇવેટ બેન્ક ઈન્ડેક્સ તેમજ નિફ્ટી FMCG ઈન્ડેક્સ લગભગ 2.5% થી વધુ તૂટ્યા હતા. આ ઉપરાંત ઓટો સેક્ટરમાં 2% અને IT સેક્ટરમાં 1% થી વધુનો ઘટાડો નોંધાયો હતો. વ્યાપક બજારમાં પણ નિરાશા જ જોવા મળી હતી, જેમાં નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1.5% અને સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 2% થી વધુ તૂટ્યા હતા.

આ પણ વાંચોઃ શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા

માર્કેટ બ્રેડ્થની સ્થિતિ

આજના કારોબારમાં BSE પર કુલ 4454 શેરમાં ટ્રેડિંગ થયું હતું. આમાંથી માત્ર 1093 શેરમાં તેજી જોવા મળી હતી, જ્યારે 3186 શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. 175 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ ભારે ઉથલપાથલ અને કડાકા વચ્ચે પણ 116 શેર પોતાના 52-સપ્તાહ (એક વર્ષ) ના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા, જ્યારે 104 શેર 52-સપ્તાહના નીચલા સ્તરે ગગડ્યા હતા.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત સમાચાર અને જાણકારીના હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા હંમેશા તમારા નાણાકીય નિષ્ણાતની સલાહ લો. ABP અસ્મિતા ક્યારેય કોઈપણ પ્રોડક્ટમાં રોકાણ કરવાની સીધી ભલામણ કરતું નથી.

આ પણ વાંચોઃ શેરબજારમાં ઘટાડા વચ્ચે આ શેરમાં તેજીનો તરખાટ, ટાટાનો ઓર્ડર મળતા 11,000% નું બમ્પર રિટર્ન

Frequently Asked Questions

શેરબજારમાં આજના કડાકાનું મુખ્ય કારણ શું હતું?

અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ અને યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ સમાપ્ત કરવાની જાહેરાત મુખ્ય કારણ હતી. આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય બજાર પર પડી હતી.

આજના ઘટાડાને કારણે રોકાણકારોને કેટલું નુકસાન થયું?

માત્ર એક જ દિવસના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાંથી 7,89,128.32 કરોડ રૂપિયાનું ધોવાણ થયું. ગઈકાલની સરખામણીમાં માર્કેટ કેપ ઘટી ગયું.

સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલો ઘટાડો નોંધાયો?

સેન્સેક્સ 1677.12 પોઈન્ટ (2.15%) ઘટીને 76,503.60 પર બંધ થયો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 516.65 પોઈન્ટ (2.12%) તૂટીને 23,882.04 ના સ્તરે બંધ થયો.

કયા સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો?

બેન્કિંગ અને FMCG સેક્ટરે બજાર પર સૌથી વધુ દબાણ ઊભું કર્યું હતું. નિફ્ટી PSU અને પ્રાઇવેટ બેન્ક તેમજ FMCG ઈન્ડેક્સ લગભગ 2.5% થી વધુ તૂટ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Meesho થી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી હાઈકોર્ટે આપ્યો કડક આદેશ
Meesho થી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી હાઈકોર્ટે આપ્યો કડક આદેશ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Embed widget