શોધખોળ કરો
Advertisement
SBIએ આપ્યો આમ આદમીને મોટો ઝટકો, FDના વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કોરોના સંકટ વચ્ચે એસબીઆઈએ આમ આદમીને ઝટકો આપ્યો છે. બચત ખાતા પર વ્યાજ દર 0.25 ટકા ઘટાડીને 2.75% કરી દીધો છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ બચત ખાતા પર વ્યાજ દર 0.25 ટકા ઘટાડીને 2.75% કરી દીધો છે. જેની સીધી અસર બેંકના 44 કરોડથી વધારે ખાતાધારકો પડશે. નવા વ્યાજદર 15 એપ્રિલ, 2020થી લાગુ થશે. આ પહેલા એક લાખ રૂપિયા અને તેનાથી વધારે જમાવાળા ખાતા પર 3 ટકા વ્યાજ આપતી હતી.
એસબીઆઈએ ક્હ્યું, સિસ્ટમમાં પૂરતી માત્રામાં કેશ છે, જેને ધ્યાનમાં રાખીને એસબીઆઈ 15 એપ્રિલ, 2020થી બચત ખાતા પર વ્યાજદરમાં ઘટાડો કરી રહી છે. તમામ પ્રકારની જમા રકમ પર વ્યાજ દર 3%થી ઘટાડીને 2.75% કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત બેંક તમામ પાકતી મુદતની એફડી દરમાં પણ ઘટાડો કર્યો છે. રેટમાં ઘટાડા બાદ 45 દિવસની એફડી પર હવે 3.5 ટકા વ્યાજ મળશે. જ્યારે 46 દિવસથી લઈ 179 દિવસની એફડી પર 4.5 ટકા વ્યાજ મળશે. જ્યારે 180થી લઈ એક વર્ષની એફડી પર 5 ટકા વ્યાજ મળશે.
1 વર્ષથી લઈ 10 વર્ષ સુધીની એફડી પર 5 ટકા વ્યાજ દર મળશે. સીનિયર સિટિઝન્સને સાત દિવસથી લઈને 10 વર્ષ સુધી એફડી પર 4 ટકાથી 6 ટકા વચ્ચે વ્યાજ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement