Stock Market Closing: સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શેરબજાર માટે કેવો રહ્યો ? જાણો કયા શેરના ભાવ વધ્યા ને કયા શેરના ભાવ ગગડ્યાં
Closing Bell : સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે ખાસ ઉત્સાહજનક ન રહ્યો.
![Stock Market Closing: સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શેરબજાર માટે કેવો રહ્યો ? જાણો કયા શેરના ભાવ વધ્યા ને કયા શેરના ભાવ ગગડ્યાં Stock Market Closing 10th April 2023 Market ends flat amid volatility know top gainers and losers Stock Market Closing: સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શેરબજાર માટે કેવો રહ્યો ? જાણો કયા શેરના ભાવ વધ્યા ને કયા શેરના ભાવ ગગડ્યાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/606f558b98771933972149c46233dfb6168008305917176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Closing, 10th April, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ખાસ ન રહ્યો. કારોબારી દિવસના અંતે શેરબજાર સપાટ સ્તરે બંધ થયું. રોકાણકારોની સંપત્તિ 263.08 લાખ કરોડ છે.
આજે કયા સ્તરે બંધ રહ્યું માર્કેટ
શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ હતી પરંતુ દિવસના અંતે માર્કેટ સપાટ સ્તરે બંધ રહ્યું. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 13.54. પોઇન્ટના સાથે 18522.17 પોઇન્ટ પર અને નિફ્ટી 24.9 પોઇન્ટના સાથે 17624.05 પોઇન્ટ પર બંધ રહ્યા.
બજાર કેમ આવ્યું દબાણમાં
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર મામૂલી વધારા સાથે બંધ થયું હતું. બેન્કિંગ શેરોમાં ઘટાડાને કારણે બજાર દબાણ હેઠળ હતું. પરંતુ આઈટી, એનર્જી, ઓટો સેક્ટરના સ્ટોક્સમાં રોકાણકારો તરફથી ખરીદી જોવા મળી.
સેક્ટરોલ અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા છે. પરંતુ એફએમસીજી, બેન્કિંગ સેક્ટરના શેર ઘટાડા બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર પણ તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 સ્ટૉકમાંથી 32 શૅર વધ્યા છે. 18 શેર ઘટીને બંધ થયા છે, જ્યારે સેન્સેક્સના 30 શેરમાંથી 17 તેજી સાથે તો 13 ઘટીને બંધ થયા છે.
વધેલા-ઘટેલા શેર્સ
આજના કારોબારમાં ટાટા મોટર્સનો શેર 5.37 ટકા, વિપ્રો 1.99 ટકા, પાવર ગ્રીડ કોર્પ 1.78 ટકા, લાર્સન 1.46 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.42 ટકા, ટેક મહિન્દ્રા 1.41 ટકા, એનટીપીસી કંપની 1.3 ટકા વધીને બંધ રહ્યો હતો. જ્યારે બજાજ ફાઇનાન્સ 1.78 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.37 ટકા, HUL 1.35 ટકા, એશિયન પેન્ટ્સ 1.13 ટકા ઘટીને બંધ થયા છે.
રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો
આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં વધારો જોવા મળ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીની માર્કેટ મૂડી વધીને રૂ. 263.13 લાખ કરોડ થઈ ગઈ છે. જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 262.37 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 76000 કરોડનો ઉછાળો આવ્યો છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
લોંગ વીકેન્ડ બા બાદ સોમવારે શેરબજારમાં સકારાત્મક શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 123.22 પોઈન્ટ અથવા 0.21% વધીને 59,956.19 પર અને નિફ્ટી 40.00 પોઈન્ટ અથવા 0.23% વધીને 17,639.20 પર ખૂલ્યા હતા. લગભગ 1649 શેર વધ્યા, 708 શેર ઘટ્યા અને 158 શેર યથાવત હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામાં |
BSE Sensex | 59,842.46 | 60,109.11 | 59,766.23 | 0.00 |
BSE SmallCap | 27,770.71 | 27,849.79 | 27,736.81 | 0.00 |
India VIX | 12.27 | 12.56 | 11.80 | 4.03% |
NIFTY Midcap 100 | 30,470.10 | 30,505.90 | 30,328.75 | 0.38% |
NIFTY Smallcap 100 | 9,223.70 | 9,242.45 | 9,188.40 | 0.00 |
NIfty smallcap 50 | 4,205.00 | 4,208.30 | 4,174.25 | 0.01 |
Nifty 100 | 17,446.30 | 17,510.30 | 17,422.90 | 0.00 |
Nifty 200 | 9,143.45 | 9,173.35 | 9,130.10 | 0.00 |
Nifty 50 | 17,624.05 | 17,694.10 | 17,597.95 | 0.00 |
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)