શોધખોળ કરો

Stock Market Closing: 66,000ને પાર કર્યા બાદ સેન્સેક્સમાં ઘટાડો, રોકાણકારોને 5.58 લાખ કરોડનું નુકસાન

Stock Market Closing: ભારતીય શેરબજાર માટે ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ઐતિહાસિક હતું, BSE સેન્સેક્સ પ્રથમ વખત 66,000 ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો. પરંતુ આ ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યા પછી, બજાર ઉપલા સ્તરોથી ભારે તૂટ્યું.

Stock Market Closing: ભારતીય શેરબજાર માટે ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ઐતિહાસિક હતું, BSE સેન્સેક્સ પ્રથમ વખત 66,000 ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો. પરંતુ આ ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યા પછી, બજાર ઉપલા સ્તરોથી ભારે તૂટ્યું. સેન્સેક્સ તેની દિવસની સર્વોચ્ચ સપાટીથી 600 પોઈન્ટ નીચે સરકી ગયો. તો નિફ્ટીમાં પણ 180 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સવારના કારોબારમાં સેન્સેક્સ 770 અને નિફ્ટી 183 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 164.99 પોઈન્ટના ઉછાળા સાથે 65,558.89 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 29.45 પોઈન્ટના ઉછાળા સાથે 19,413.75 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેક્ટરની સ્થિતિ

આજના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ઓટો, એફએમસીજી, ફાર્મા, એનર્જી, મીડિયા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટ્યા હતા. જોકે આઇટી, બેન્કિંગ મેટલ્સ, રિયલ એસ્ટેટ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE MidCap 29,100.88 29,420.55 29,018.01 -0.64%
BSE Sensex 65,558.89 66,064.21 65,452.15 0.25%
BSE SmallCap 33,322.13 33,746.89 33,253.11 -0.54%
India VIX 10.94 11.17 10.70 0.02%
NIFTY Midcap 100 36,114.35 36,546.80 36,005.25 -0.81%
NIFTY Smallcap 100 11,165.85 11,355.30 11,135.20 -1.00%
NIfty smallcap 50 5,063.25 5,170.85 5,050.50 -1.36%
Nifty 100 19,304.85 19,466.40 19,275.40 0.06%
Nifty 200 10,212.10 10,302.35 10,195.80 -0.06%
Nifty 50 19,413.75 19,567.00 19,385.80 0.15%

BSEના માર્કેટ કેપમાં મોટો ઘટાડો
આજના વેપારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 295.96 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે બુધવારે વેપારમાં માર્કેટ કેપ રૂ. 301.61 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.65 લાખનો ઘટાડો થયો છે.

ટોપ લૂઝર્સ

Stock Market Closing:  66,000ને પાર કર્યા બાદ સેન્સેક્સમાં ઘટાડો, રોકાણકારોને 5.58 લાખ કરોડનું નુકસાન

ટોપ ગેઈનર્સ

Stock Market Closing:  66,000ને પાર કર્યા બાદ સેન્સેક્સમાં ઘટાડો, રોકાણકારોને 5.58 લાખ કરોડનું નુકસાન

સેન્સેક્સમાં ઉતાર ચઢાવ

Stock Market Closing:  66,000ને પાર કર્યા બાદ સેન્સેક્સમાં ઘટાડો, રોકાણકારોને 5.58 લાખ કરોડનું નુકસાન

સેન્સેક્સ પ્રથમ વખત 66,000ને પાર
શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. સેન્સેક્સે આજે પહેલીવાર 66,000ની મહત્વપૂર્ણ સપાટીને પાર કરી છે અને આ ઐતિહાસિક ઊંચાઈએ જઈને તેણે નવી ઊંચાઈનો રેકોર્ડ બનાવ્યો છે. આજે, 13 જુલાઈ, 2023 ના રોજ, સેન્સેક્સે 66,043ના નવા ઉચ્ચ સ્તરે જઈને રોકાણકારોને બમ્પર કમાણી કરી છે.

નિફ્ટી-સેન્સેક્સ ટ્રેડિંગની શરૂઆતમાં નવી ઐતિહાસિક ઊંચાઈએ ગયો હતો

કારોબારની શરૂઆતમાં નિફ્ટીએ તેની અગાઉની 19,523.60ની ઊંચી સપાટી તોડી અને 19,537.50ની ઊંચી સપાટી દર્શાવી હતી. આ સિવાય સેન્સેક્સે પણ નવી ટોચ બનાવી છે અને તેની અગાઉની ઊંચી સપાટી 65,898.98 તોડીને 65,938.70ની સપાટીને સ્પર્શી છે.

સવારે કેવી હતી શરુઆત

શેરબજારની આજની શરૂઆતની વાત કરીએ તો બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 73.17 પોઈન્ટ એટલે કે 0.42 ટકાના વધારા સાથે 65,667 ના સ્તર પર ખુલ્યો હતો. તો બીજી તરફ, NSE નો નિફ્ટી 110.90 પોઈન્ટ એટલે કે 0.57 ટકાના વધારા સાથે 19,495.20 ના સ્તર પર ખુલ્યો હતો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget