Stock Market Closing: સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, અદાણી એન્ટરપ્રાઇઝમાં સળવળાટ
Closing Bell: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળ રહ્યો. શેરબજાર આજે તેજી સાથે બંધ થયું.
Stock Market Closing, 14th February, 2023: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળ રહ્યો. શેરબજાર આજે તેજી સાથે બંધ થયું.અદાણી એન્ટરપ્રાઇઝે ત્રીજા ત્રિમાસિકમાં 820 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે અને આવકમાં પણ 42 ટકા વધારો નોંધાયો છે. જેના કારણે આજે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર સૌથી વધુ એક્ટિવ રહ્યો.
સેન્સેક્સમાં કેટલો થયો વધારો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 600.42 પોઇન્ટના વધારા સાથે 61,032.26 પોઇન્ટ પર બંધ રહ્યો, નિફ્ટી 151.95 પોઇન્ટના ઉછાળા સાથે 17,922.85 પોઇન્ટ અને બેંક નિફ્ટી 334.80 પોઇન્ટના વધારા સાથે 41,617 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 250.86 પોઇન્ટના ઘટાડા સાથે 60,431.84 અને નિફ્ટી 86.06 અંકના ઘટાડા સાથે 18,689.12 પર બંધ થયા.
શેરબજારમાં કેમ થયો વધારો
બેન્કિંગ એફએમસીજી શેર્સમાં રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં મજબૂત તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળ્યો હતો.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, એફએમસીજી, આઈટી, મેટલ્સ જેવા સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓટો, ફાર્મા, રિયલ એસ્ટેટ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.આજના ટ્રેડિંગ સેશનમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ સેક્ટરના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરો ઉછાળા સાથે જ્યારે 22 નુકસાન સાથે બંધ થયા હતા.
વધનારા-ઘટનારા શેર્સ
આજના સેશનમાં ITC 3.31%, રિલાયન્સ 2.35%, બજાજ ફાઈનાન્સ 1.84%, ICICI બેંક 1.78%, ઈન્ફોસીસ 1.61%, એક્સિસ બેંક 1.30%, વિપ્રો 1%, HCL ટેક 0.98% ના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે NTPC 1.10 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.80 ટકા, લાર્સન 0.66 ટકા, સન ફાર્મા 0.52 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.49 ટકા ઘટીને બંધ થયા હતા.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60431.84ની સામે 118.41 પોઈન્ટ વધીને 60550.25 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17770.9ની સામે 69.45 પોઈન્ટ વધીને 17840.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41282.2ની સામે 128.25 પોઈન્ટ વધીને 41410.45 પર ખુલ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આજના ટ્રેડિંગ સેશનમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 265.99 લાખ કરોડ રહ્યું છે, જે સોમવારે રૂ. 265.66 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 33,000 કરોડનો ઉછાળો આવ્યો છે.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામાં |
BSE MidCap | 24,467.20 | 24,621.33 | 24,386.35 | -0.46% |
BSE Sensex | 61,022.15 | 61,102.74 | 60,550.25 | 0.01 |
BSE SmallCap | 27,764.02 | 27,987.06 | 27,735.93 | -0.60% |
India VIX | 13.45 | 13.68 | 12.45 | -1.66% |
NIFTY Midcap 100 | 30,481.80 | 30,655.45 | 30,321.90 | -0.27% |
NIFTY Smallcap 100 | 9,350.70 | 9,409.50 | 9,316.30 | -0.40% |
NIfty smallcap 50 | 4,244.20 | 4,271.00 | 4,227.90 | -0.29% |
Nifty 100 | 17,702.35 | 17,721.90 | 17,581.60 | 0.01 |
Nifty 200 | 9,260.70 | 9,271.65 | 9,199.50 | 0.01 |
Nifty 50 | 17,929.85 | 17,954.55 | 17,800.05 | 0.01 |