Stock Market Closing: સામાન્ય વધારા સાથે બંધ થયું ભારતીય શેરબજાર, બેંકિંગ સ્ટોક્સમાં જોવા મળી ખરીદદારી
Stock Market Closing: બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 54 પોઇન્ટના વધારા સાથે 59,085 અને નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 5745 અંકના વધારા સાથે 17604 પર બંધ થયા.
Stock Market Closing On 24th August 2022: બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં સમાન્ય તેજી રહી. સપ્તાહના ત્રીજા કારોબારી દિવેસ બજાર સાધારણ વધારા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 54.13 પોઇન્ટના વધારા સાથે 59,085.43 અને નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 27.45 અંકના વધારા સાથે 17604.95 પર બંધ થયા.
સેક્ટરની સ્થિતિ
આજે બજારમાં આઈ.ટી. ઓટો, ફાર્મા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેંકિંગ, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઇન્ફ્રા સિવાય મીડિયા સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેર લીલા નિશાનમાં જ્યારે 22 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 16 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે 14 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
આજે વધેલા સ્ટોક
માર્કેટમાં વધતા શેરો પર નજર કરીએ તો ઇન્ડસઇન્ડ બેન્ક 3.08 ટકા, NTPC 1.55 ટકા, ICICI બેન્ક 1.12 ટકા, લાર્સન 0.92 ટકા, પાવર ગ્રીડ 0.88 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.74 ટકા, HDFC 0.69 ટકા, કોટક મહિન્દ્રા 6 ટકા, HDFC બેન્ક 0.5 ટકાના વધારા સાથે બંધ થયા.
આજે ઘટનારા સ્ટોક
ઘટનારા શેર઼ પર નજર કરીએ તો ટાટા સ્ટીલ 0.98 ટકા, સન ફાર્મા 0.85 ટકા, TCS 0.84 ટકા, ટાઇટન કંપની 0.80 ટકા, ITC 0.54 ટકા, SBI 0.49 ટકા, ઇન્ફોસિસ 0.44 ટકા, મહિન્દ્રા 0.42 ટકા, રિલાયન્સ 0.38 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા.
મંગળવારે પણ વધારા સાથે બંધ રહ્યું હતું બજાર
ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળ રહ્યો. સેન્સેક્સ 257.43 પોઇન્ટ અને નિફ્ટી 86.8 પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ 59.31.30 અને નિફ્ટી 17,577.50 પર પહોંચ્યા હતા. સોમવારે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 872 પોઈન્ટના ઘટાડા સાથે 58,773 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 268 પોઈન્ટના ઘટાડા સાથે 17,490 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.