Stock Market Closing: માર્કેટ મૂડમાં, શેરબજારમાં બે દિવસમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો, આજે કેટલા પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ
Closing Bell: ભારતીય શેરબજારમાં બે દિવસમાં 1000 પોઇન્ટનો વધારો થયો છે.
Stock Market Closing, 27th December, 2022: ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી. ગઈકાલના ઉછાળા બાદ આજે પણ શેરબજાર વધારા સાથે બંધ રહ્યું. બે દિવસમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો વધારો થયો.
રોકાણકારોની સંપત્તિમાં કેટલો થયો વધારો
આજે સેન્સેક્સ 361.01 પોઇન્ટના વધારા સાથે 60927.43 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી 117.70 પોઇન્ટના વધારા સાથે 18132.00 પોઇન્ટ પર બંધ રહ્યા છે. આજે મેટલ્સ, બેંકિંગ શેરોમાં ખરીદી નીકળી જોવા મળી. રોકાણકારોની સંપત્તિમાં 249,725,923 રૂપિયાનો વધારો થયો છે.
સેક્ટરની સ્થિતિ
ભારતીય બજારોમાં એફએમસીજી સેક્ટરના શેરને બાદ કરતાં તમામ સેક્ટર વધારા સાથે બંધ થયા છે. મેટલ સેક્ટરમાં સૌથી વધુ તેજી જોવા મળી છે. મેટલ્સ સેક્ટર 4.23 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી આઈટી 0.88 ટકા, બેન્ક નિફ્ટી 0.54 ટકા, એનર્જી સેક્ટર 0.97 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઓટો, મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં પણ તેજી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી રહી છે.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 60,927.43 | 60,986.68 | 60,405.66 | 0.60% |
BSE SmallCap | 28,517.04 | 28,565.11 | 28,206.97 | 1.46% |
India VIX | 15.29 | 16.1325 | 14.925 | -4.03% |
NIFTY Midcap 100 | 31,283.75 | 31,360.50 | 31,006.10 | 0.99% |
NIFTY Smallcap 100 | 9,645.80 | 9,695.25 | 9,542.60 | 1.19% |
NIfty smallcap 50 | 4,309.75 | 4,334.05 | 4,269.85 | 1.11% |
Nifty 100 | 18,263.55 | 18,280.50 | 18,097.75 | 0.71% |
Nifty 200 | 9,547.90 | 9,556.60 | 9,461.60 | 0.75% |
Nifty 50 | 18,132.30 | 18,149.25 | 17,967.45 | 0.65% |
બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8.37 લાખ કરોડનો વધારો થયો
શુક્રવારે ભારતીય શેરબજારના રોકાણકારો દ્વારા સંપત્તિના નુકસાનની ભરપાઈ કરવામાં આવી છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.50 લાખ કરોડનો વધારો થયો છે. રોકાણકારોની સંપત્તિ રૂ. 277.99 લાખ કરોડથી વધીને રૂ. 280.49 લાખ કરોડ થઈ છે. બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8.37 લાખ કરોડનો વધારો થયો છે.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60566.42ની સામે 294.99 પોઈન્ટ વધીને 60861.41 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18014.6ની સામે 75.20 પોઈન્ટ વધીને 18089.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42630.15ની સામે 197.60 પોઈન્ટ વધીને 42827.75 પર ખુલ્યો હતો.
FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 497.65 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ 26 ડિસેમ્બરે રૂ. 1,285.74 કરોડના શેર ખરીદ્યા હતા.
2022/12/27/371d7002d6a85f6d53725088300d721a167213816465276_original.jpg" />
NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ
નેશનલ સ્ટોક એક્સચેન્જે 27 ડિસેમ્બર માટે પંજાબ નેશનલ બેંકને તેની F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે. આ રીતે F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી ગયા છે.