શોધખોળ કરો

Stock Market Closing: સાધારણ વધારા સાથે બંધ રહ્યું શેરબજાર, IT શેર્સ ઉંધા માથે પછડાયા

Closing Bell: ભારતીય શેરબજાર મંગળવારે સપાટ સ્તરે બંધ થયું.

Stock Market Closing, 6th June, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો કારોબારી દિવસ સામાન્ય રહ્યો. આજે બજાર ઘટાડા સાથે બંધ થયું છે, દિવસની સપાટ સ્તરે થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવા રહ્યો. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 286.62 લાખ કરોડ થઈ છે, જે સોમવારે 286.06 લાખ કરોડ હતી.

આજે સેન્સેક્સ 5.41 પોઇન્ટ અને નિફ્ટી 5.15 પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યા હતા. આજનો કારોબારી દિવસ આઈટી સેક્ટરના શેર્સ માટે અમંગળ સાબિત થયો. દિગ્ગજથી લઈ નાની-મધ્યમ તમામ આઈટી કંપનીઓના શેર ઉંધા માથે પછડાયા. એમિરકા સ્થિત આઈટી કંપની ઈપૈમે વર્તમાન વર્ષ માટે રેવન્યૂ ગ્રોથના આઉટલુકમાં ઘટાડો કર્યો છે, જેના કારણે આઈટી શેર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સેન્સેક્સ 240.36 પોઇન્ટ અને નિફ્ટી 59.75 પોઇન્ટ વધીને બંધ રહ્યા હતા.

આજે 1946 શેર્સ વધ્યા, 1491 ઘટ્યા અને 119માં કોઈ બદલાવ નહોતો થયો. ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં 1 ટકા વધારો થયો, જ્યારે આઈટી ઈન્ડેક્સમાં 1.4 ટકા ઘટાડો થયો.

Stock Market Closing: સાધારણ વધારા સાથે બંધ રહ્યું શેરબજાર, IT શેર્સ ઉંધા માથે પછડાયા

સેક્ટરોલ અપડેટ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સ ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે આઈટી, જાહેર ક્ષેત્રની બેન્કો, એફએમસીજી, મેટલ્સ, મીડિયા અને એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સ ઘટીને બંધ થયા હતા. . મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરો ઉછાળા સાથે જ્યારે 22 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધીને અને 13 ઘટીને બંધ રહ્યા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

આઈટી શેરોમાં ઘટાડા છતાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. આજના ટ્રેડિંગના અંતે, BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 286.62 લાખ કરોડ થયું છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 286.06 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 56000 કરોડનો વધારો જોવા મળ્યો છે.

વધેલા-ઘટેલા શેર્સ

આજે અલ્ટ્રાટેક, કોટક બેંક, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, મારુતિ, બજાજા ફિનસર્વ, બજાજ ફાયનાન્સ, એમએન્ડએમ, ટાઈટન, એનટીપીસી, આઈટીસી, એશિયન પેંટ્સ, સનફાર્મા, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેંક, પાવરગ્રીડ, એચડીએપસી બેંક વધીને બંધ રહ્યા. જ્યારે એચડીએફસી, એસબીઆઈએન, ટાટા સ્ટિલ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, આઈસીસીઆઈ બેંક, એચસીએલ ટેક, ભારતી એરટેલ, વિપ્રો, ટીસીએસ, ટાટાકેમ, ઈન્ફોસિસ ઘટનારા મુખ્ય શેર્સ રહ્યા.

આજે કેવી થઈ હતી શરૂઆત

આજના કારોબારમાં BSE સેન્સેક્સ 49.12 પોઈન્ટના ઘટાડા સાથે 62,738.35 ના સ્તર પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 7 પોઈન્ટના મામૂલી વધારા સાથે 18,600.80 પર ખુલ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ અને આઈશર મોટર્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટીસીએસ અને સિપ્લા ટોપ લુઝર્સ હતા. 

Stock Market Closing: સાધારણ વધારા સાથે બંધ રહ્યું શેરબજાર, IT શેર્સ ઉંધા માથે પછડાયા

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE MidCap 27,465.78 27,473.64 27,289.46 0.34%
BSE Sensex 62,853.00 62,867.95 62,554.21 0.10%
BSE SmallCap 31,175.22 31,193.01 31,022.25 0.42%
India VIX 11.38 11.62 10.47 0.02
NIFTY Midcap 100 34,035.90 34,065.50 33,830.00 0.06%
NIFTY Smallcap 100 10,415.25 10,421.90 10,338.00 0.54%
NIfty smallcap 50 4,748.45 4,752.80 4,708.45 0.44%
Nifty 100 18,527.85 18,550.65 18,459.80 0.08%
Nifty 200 9,776.40 9,787.90 9,737.90 0.07%
Nifty 50 18,599.00 18,622.75 18,531.60 0.03%

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget