શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, 887 પોઇન્ટનું ગાબડું, Infosysમાં 8 ટકાનો કડાકો

સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર નિરાશાજનક રહ્યો. શેરબજારમાં છ દિવસથી ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી હતી.

Stock Market Closing, 21st July 2023: સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર નિરાશાજનક રહ્યો. શેરબજારમાં છ દિવસથી ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી હતી. આજે માર્કેટમાં 850થી વધુ પોઇન્ટનો કડાકો બોલતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. વૈશ્વિક દબાણની અસર આજે ઘરેલું શેરબજાર પર પણ જોવા મળી હતી. પરિણામ પહેલા રિલાયન્સના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 887.64 પોઇન્ટના ઘટાડા સાથે 66,684.64 પોઇન્ટ અને નિફ્ટી 199.3 પોઇન્ટના ઘટાડા સાથે 19779.85 પોઇન્ટ પર બંધ રહ્યા. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 302.43 લાખ કરોડ થઈ છે.

Stock Market Closing: શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, 887 પોઇન્ટનું ગાબડું, Infosysમાં 8 ટકાનો કડાકો

આ કારણથી શેરબજારમાં બોલ્યો કડાકો  -

શેરબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ આઈટી સેક્ટરની મુખ્ય કંપની ઈન્ફોસિસ છે. તેના પરિણામની અસર બજાર પર જોવા મળી રહી છે. ઈન્ફોસિસ વર્તમાન નાણાકીય વર્ષ માટે રેવન્યૂ ગાઇડેંસ 4-7 ટકાથી ઘટાડી 1-1.35 ટકા કરી છે. આ ઘટાડો બજારના આશા કરતાં ઘણો વધારે છે. આ કારણે આઈટી શેર સહિત શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગ્લોબલ માર્કેટઃ અમેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેકમાં ચાલુ વર્ષે 40 ટકાના વધારા બાદ 20 જુલાઈએ માર્ચ બાદ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ટેસ્લા અને નેટફ્લિક્સના પરિણામ ખરાબ આવવાના કારણે નાસ્ડેકની શરૂઆત ઘટાડા સાથે થઈ. જેના કારણે વિશ્વભરના બજારોમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો. જાપાનના શેરબજારની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી.

Stock Market Closing: શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, 887 પોઇન્ટનું ગાબડું, Infosysમાં 8 ટકાનો કડાકો

નિફ્ટીના વધનારા-ઘટનારા શેર્સ

ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, એચયુએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટીના ટોચના ઘટનારા શેર્સ હતા. જ્યારે એલએન્ડટી, ઓએનજીસી, એનટીપીસી, એસબીઆઈ અને બીપીએલ નિફ્ટીના વધનારા શેર હતા. સેકટર્સમાં આઈટી સેક્ટરમાં 4.6 ટકાનો ઘટાડો થયો હતો. એફએમસીજીમાં એક ટકા અને મેટલમાં પણ એક ટકાનો ઘટાડો થયો હતો. જ્યાકે કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 1 ટકા વધ્યો હતો. બીએસઈ મિડ કેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ સામાન્ય બદલાવ સાથે બંધ થયા હતા.

ઇન્ડેક્સનું નામ બંધ થવાનું લેવલ ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારીમાં ફેરફાર
BSE Sensex 66,684.26 67,190.52 66,533.74 -1.31%
BSE SmallCap 34,146.66 34,198.82 34,014.10 0.13%
India VIX 11.49 12.03 11.06 -2.55%
NIFTY Midcap 100 36,799.50 36,886.20 36,752.05 -0.36%
NIFTY Smallcap 100 11,529.70 11,542.65 11,415.60 0.72%
NIfty smallcap 50 5,183.90 5,193.35 5,133.30 0.65%
Nifty 100 19,602.60 19,732.25 19,562.40 -1.06%
Nifty 200 10,374.65 10,437.00 10,355.80 -0.96%
Nifty 50 19,745.00 19,887.40 19,700.00 -1.17%

ઘટાડા વાળા શેરો -

આજના કારોબારમાં લાર્સનનો શેર 3.88 ટકા, NTPC 1.09 ટકા, SBI 0.78 ટકા, કોટક મહિન્દ્રા 0.70 ટકા, ટાટા મૉટર્સ 0.68 ટકા, ICICI બેન્ક 0.13 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ઈન્ફોસિસ 8.18 ટકા, એચયુએલ 3.65 ટકા, એચસીએલ ટેક 3.33 ટકા, રિલાયન્સ 3.19 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

રોકાણકારોને નુકસાન -

આજના કારોબારમાં BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ગુરુવારના સત્રમાં 304.03 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ 302.09 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે આજના વેપારમાં 1.94 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kumar Kanani: ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યું અને ભોગવવાનું કેમ સામાન્ય જનતાએ? MLAનો ફરી લેટર બોંબSurat Diamond Industry: સુરતમાં હીરા ઉદ્યોગ પર 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદીNitin Patel : MLA હાર્દિક પટેલ મંત્રી બને તેવી નીતિન પટેલે કરી પ્રાર્થનાGopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
Embed widget